Aapnu Gujarat
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત પર લાગેલા MeToo ના આરોપનું સત્ય શું હતું, જાણો સમગ્ર વિગત

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેના મૃત્યુ સાથે ઘણા સવાલ જોડાયેલા છે જેના જવાબ હજુ મળ્યા નથી. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. મેકિંગ દરમિયાન પણ આ ફિલ્મ ઘણા વિવાદમાં હતી. જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે સમાચાર આવ્યા હતા કે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીએ સુશાંત અને ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા પર MeToo મુવમેન્ટ અંતર્ગત આરોપ લગાવ્યો હતો.

સંજનાએ પછી આ વાતને નકારી સુશાંત અને મુકેશને ક્લીનચિટ આપી દીધી હતી. ફિલ્મ રિલીઝ સમયે સંજનાએ આ મુદ્દે ખુલીને વાત કરી અને સ્પષ્ટતા પણ આપી છે. સંજનાએ કહ્યું કે, બધા એવું વિચારે છે કે સુશાંત જ આ વાતથી દુઃખી હતો પરંતુ હું પણ તેના જેટલી જ ચિંતિત હતી. અમે અમારું સત્ય જાણતા હતા, સુશાંતને ખબર હતી કે તે મારા માટે કેટલો ઈમ્પોર્ટન્ટ છે અને મને ખબર હતી કે અમારું બોન્ડિંગ કેવું હતું અને આ વાત સૌથી જરૂરી હતી. જ્યારે એક-બે આર્ટિકલ સામે આવ્યા તો અમે તેના પર કોઈ ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે બધી બાજુ આ જ સમાચાર આવવા લાગ્યા જે એકદમ પાયાવિહોણા હતા તો મને તેના લખનાર અને તેના પર ભરોસો કરનાર લોકો માટે કોઈ આદર ન રહ્યો.

સંજનાએ વધુમાં કહ્યું કે, આ બધી વાતોની અસર મારા અને સુશાંતના બોન્ડિંગ પર પડી નથી. અમારો હેતુ બસ એટલો જ હતો કે લોકોને સત્યની માહિતી કેમ આપીએ. વિચારો કેવું લાગે જ્યારે બે લોકો એકબીજાનું આટલું સમ્માન કરતા હોય તેમને આ પ્રકારની સ્પષ્ટતતા આપી પડે. અમે એ જ વિચારતા હતા કે સત્યને કઈ રીતે સાબિત કરવામાં આવે. ત્યારે સુશાંતે એક ઉપાય વિચાર્યો અને મારી અને તેની વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવાની પરમિશન મારી પાસે માગી. મેં કહ્યું, બિલકુલ આવું કરીએ. સુશાંતે કહ્યું આનાથી કોઈ ફેરફાર થઇ શકે. પર્સનલ વાતો આ રીતે બધા સામે શેર કરવી દુર્ભાગ્યપૂર્ણ હતું પણ અમારી પાસે આના સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો ન હતો.

સુશાંતે અમારી વાતચીતના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના પર લાગેલ જાતીય સતામણીના આરોપ ખોટા સાબિત કરવાની ટ્રાય કરી પણ આ ઉપાય નિષ્ફ્ળ સાબિત થયો. ત્યારબાદ સંજનાએ 2018માં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સ્પષ્ટતા આપતા લખ્યું હતું કે, હું એક વાત ક્લીઅર કરવા માગું છું કે મારી સાથે જબરદસ્તી કે જાતીય સતામણી જેવી કોઈ ઘટના ઘટી ન હતી. આ બધી પાયાવિહોણી વાતો બંધ કરો.

Related posts

મન્નતની અસલી બોસ ગૌરી ખાન છે !

aapnugujarat

પ્રિયંકાના કારણે ભણસાલીની ફિલ્મ ગુસ્તાખિયા અટવાઇ

aapnugujarat

કરિયરના પીક પર દિપીકા થઈ ડિપ્રેશનનો શિકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1