Aapnu Gujarat
રાષ્ટ્રીય

આજે પાંચ રાજ્યોના પરિણામ, પ.બંગાળમાં ભાજપનો ભગવો કે મમતા સત્તા યથાવત…?

દેશની અંદર અત્યારે કોરોનાવાયરસ મહામારી ભયંકર રીતે ફેલાયેલી છે અને બધા તેમાં જ વ્યસ્ત છે અને આવા સંકટ વચ્ચે આવતીકાલે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે અને આવતીકાલ સવારથી મતગણતરી શરૂ થઈ જશે.
તમામ રાજકીય પક્ષો સહિત દેશભરની નજર આવતીકાલના પરિણામ તરફ મંડાઈ ચૂકી છે અને જાત જાતના અનુમાનો અને દાવાઓ વચ્ચે બધાની ધડકનો ગતિશીલ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ ની પશ્ચિમ બંગાળમાં પ્રચારની મહેનત કેવી રંગ લાવે છે તે જોવાની ઉત્સુકતા વધી ગઈ છે.
ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી છેલ્લા દસ વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે અને આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ તેઓ સત્તા જાળવી રાખશે કે કેમ તે જોવું રસપ્રદ બનશે કારણ કે એક્ઝિટ પોલમાં મમતા બેનરજીની પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર દશર્વિવામાં આવી છે અને ભાજપ મમતા બેનરજીને મોટુ નુકશાન કરી શકે છે.
એજ રીતે આસામમાં પણ ભાજપ્ને ફરીવાર સત્તા મળવાના સંજોગો એક્ઝિટ પોલમાં દશર્વિવામાં આવ્યા છે અને આસામમાં ભાજપ નો વિજય વાવટો ફરકી શકે છે તેવી સંભાવના દશામાં આવી છે અને આવતીકાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
તમિલનાડુ રાજ્યમાં પણ શું પરિણામ આવે છે તેના તરફ સૌની નજર મંડાયેલી છે કારણ કે અન્ના ડીએમકે નો પ્રભાવ ઘટી ગયેલો દેખાઈ રહ્યો છે અને આ વખતે ડીએમકેને મોટી સફળતા મળવાની સંભાવના એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તમિલનાડુના પરિણામ પર દેશભરની નજર મંડાઇ ગઇ છે.
તેજ રીતે પૂડૂચેરી રાજ્યમાં પણ આવતીકાલે શું થાય છે તેના તરફ સૌની નજર મંડાયેલી છે. જોકે એક્ઝિટ પોલના તારણો મુજબ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં એનડીએ ને મોટી સફળતા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અહીં એનડીએને ૧૯ થી ૨૩ જેટલી બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા.

aapnugujarat

એક વર્ષમાં બીજેપીની રૂ. ૧૦૨૭.૩૪ કરોડની આવક

aapnugujarat

चंद्रयान की सफल प्रक्षेपण ने आशा से ज्यादा सफलता हासिल कर ली है – के. शिवन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1