Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન રાત – દિવસ કરી રહ્યું છે ઓક્સિજન જરનેટરનું ઉત્પાદન

ભારત અત્યારે કોરોના વાયરસની બીજી લહેરથી ઝઝૂમી રહ્યું છે અને એવામાં દુનિયાભરના દેશ મદદ માટે આગળ આવ્યા છે. તેમાં ભારતનું કટ્ટર હરિફ ચીન પણ સામેલ છે. ચીની રાજદૂતે ગ્લોબલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારતની માંગ પ્રમાણે ચીનન મદદ માટે શકય દરેક પ્રયાસ કરશે. રિપોર્ટના મતે ભારતે જે ૪૦ હજાર ઓક્સિજન જનરેટર્સનો ઓર્ડર આપ્યો છે તેનું ઉત્પાદન ચાલુ છે. ચીની કંપનીઓ ટૂંક સમયમાં જ ભારતને જરૂરી મેડિકલ સપ્લાય પૂરો પાડશે.
સુને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ચીનને આશા છે કે ભારત સરકારના નેતૃત્વમાં સ્થાનિક લોકો જલ્દીથી મહામારી પર જીત પ્રાપ્ત કરી લેશે. તેમણે કહ્યું કે ચીન ભારતની મદદ કરવામાં સૌથી પહેલા આગળ આવ્યું છે.” એપ્રિલથી ચીને ૫૦૦૦થી વધુ વેન્ટિલેટર, લગભગ ૨૨ હજાર ઓક્સિજન જનરેટર, ૩૮૦૦ ટન દવાઓ અને ૨.૧ કરોડ માસ્ક મોકલ્યા છે.
તેમણે કહ્યું છે કે ચીની કંપનીઓ આખો દિવસ કામ કરીને ઝડપથી ૪૦ હજાર ઓક્સિજન જનરેટર્સનું ઉત્પાદન કરી રહ્યું છે અને વહેલી તકે તેને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
સુને કહ્યું છે કે ઘણી ચીની કંપનીઓ અને ખાનગી સંસ્થાઓ પણ ભારતને મદદ કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે મેડિકલ સપ્લાયની સાથે બંને દેશોના આરોગ્ય નિષ્ણાતો વચ્ચે વાતચીત પણ સ્થાપિત કરવામાં આવશે. સુને કહ્યું છે, “અમે જિંદગીઓ બચાવવા માટે ભારતને તમામ શક્ય મદદ કરીશું.”
અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંદેશ મોકલ્યો હતો અને ભારતમાં કોરોના વાયરસ મહામારી પર સંવેદના વ્યક્ત કરી હતી અને દેશમાં કોવિડ-૧૯ના વધતા કેસને ઉકેલવા માટે સમર્થન અને સહાયતા પ્રદાન કરવાની રજૂઆત કરી હતી. શી એ પોતાના સંદેશમાં કહ્યું હતું કે ચીન ભારતની સાથે મહામારી વિરોધી સહકાર મજબૂત કરવા અને દેશને સમર્થન અને સહાય આપવા માટે તૈયાર છે.

Related posts

અમેરિકામાં ૧૦૦ મહિલાઓના બળાત્કારના ગુનામાં ૭૧ વર્ષના વૃદ્ધને સજા

aapnugujarat

पाक में दाल, तेल और दूध तक की महंगाई चरम पर

aapnugujarat

इस्तांबुल : मेयर चुनाव में विपक्ष की जीत, एर्दोआन की सत्ता पर छाया संकट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1