Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એક વર્ષમાં બીજેપીની રૂ. ૧૦૨૭.૩૪ કરોડની આવક

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન બીજેપીએ રૂ. ૧૦૨૭.૩૪ કરોડની કુલ આવક જાહેર કરી છે. પાર્ટીએ કુલ આવકમાંથી ૭૪% રકમ એટલે કે ૭૫૮.૪૭ કરોડ ખર્ચ કરી નાખી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. એડીઆરનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીએ આ વર્ષનો પોતાનો રિપોર્ટ હજી સુધી જમા નથી કરાવ્યો.
રિપોર્ટ પ્રમાણે, ૨૦૧૭-૧૮ના વર્ષમાં બહુજન સમાજવાદી પાર્ટીને કુલ ૫૧.૭ કરોડ રૂપિયા આવક મળી હતી, જેમાંથી પાર્ટીએ ફક્ત ૨૯%, એટલે કે રૂ. ૧૪.૭૮ કરોડ ખર્ચ કર્યા હતા. રિપોર્ટ પ્રમાણે એનસીપી એકમાત્ર એવી પાર્ટી છે જેણે આવક કરતા વધારે ખર્ચ કર્યો છે. એનસીપીને આ વર્ષ દરમિયાન કુલ ૮.૧૫ કરોડ રૂપિયાની રકમ મળી હતી, તેની સામે પાર્ટીએ રૂ. ૮.૮૪ કરોડનો ખર્ચ કર્યો છે.
નોંધનીય છે કે વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં ગત વર્ષે બીજેપીની આવકમાં ઘટાડો નોંધાયો છે. છ રાષ્ટ્રીય પાર્ટીને મળેલી કુલ આવક (રૂ. ૧૦૪૧.૮૦ કરોડ)માંથી ૮૬ ટકા ભાગ સ્વૈચ્છિક રીતે મળેલું દાન છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ફક્ત બીજેપીએ જાહેર કર્યું છે કે તેને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. ૨૧૦ કરોડ મળ્યા છે.
કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્કસિસ્ટની આવક રૂ.૧૦૪.૮૪૭ કરોડની સામે વાર્ષિક ખર્ચ ૮૩.૪૮૨ કરોડ દર્શાવવામાં આવ્યો છે.ત્યારબાદ માયાવતીની પાર્ટી બસપાએ પોતાની વાર્ષિક આવક ૫૧.૭ કરોડ રૂપિયા જાહેર કરી હતી. જેમાંથી પાર્ટીએ માત્ર ૨૯ ટકા એટલે કે, ૧૪.૭૮ કરોડ રૂપિયાનો જ ખર્ચ કર્યો છે. રિપોર્ટ અનુસાર રાકાંપા જ એકમાત્ર એવી પાર્ટી છે, જેમણે ૮.૧૫ કરોડ રૂપિયાની કુલ આવક કરતા વધારેનો ખર્ચ કર્યો છે. તેમનો ખર્ચ ૮.૮૪ કરોડ રહ્યો છે.
શરદ પવારના નેતૃત્વની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ (એનસીપી) તેની આવક ૮.૧૫ કરોડની સામે ખર્ચ ૮.૮૪ કરોડ દર્શાવી હતી. તૃણમુલ કોંગ્રેસની કુલ આવક રૂ.૫.૧૬૭ કરોડ તો કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)એ તેની કુલ આવક ૧.૫૫ કરોડ દર્શાવી હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૨૨૫.૩૬ કરોડની આવક ધરાવતી કોંગ્રેસ પાર્ટીએ હજી સુધી ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી જમા નથી કરાવી. પાર્ટીઓએ ૩૦મી ઓક્ટોબર સુધી વાર્ષિય ઓડિટ રિપોર્ટ જમા કરાવવાનો હતો.
એનસીપીએ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી બોન્ડ હવે ટેક્સ ચોરીનો નવો રસ્તો બની ગયું છે, કારણ કે રાજકીય પાર્ટીઓને આપવામાં આવતું કમિશન એવી જ રીતે આપવામાં આવે છે, જેવી રીતે રાફેલ ડીલ થઈ હતી.

Related posts

દેશમાં કોરોના કેસોમાં ઘટાડો ૩.૬૮ લાખ નવા કેસ અને ૩૪૧૭ મોત

editor

ગુજરાતમાં ઓખી વાવાઝોડું આજે ત્રાટકશે

aapnugujarat

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતી શકે છે : જ્યોતિરાદિત્ય સિંધિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1