કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી તરફદારી કરી છે.સિંધિયાના મતે રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી જીતી શકે છે. જ્યોતિરાદિત્યએ જણાવ્યું કે કાશ્મીર અને પાકિસ્તાનને લઈને મોદી સરકારની નીતિ નિષ્ફળ રહી છે.આ ઉપરાંત દેશમાં અસહિષ્ણુતા વધી અને દલિત વિરોધ વાતાવરણ પણ ઊભું થયું છે તેવા પણ આક્ષેપ કરી, મોદી કરતાં રાહુલ વધુ સક્ષમ હોવાનું જણાવ્યું છે અને તેઓ મોદીનો મુકાબલો કરી શકે છે તેમ જ્યોતિરાદિત્યએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે.સાથે જ કોંગ્રેસે રાહુલને પક્ષની સંપૂર્ણ કમાન્ડ સોંપી દેવી જોઈએ તે વાત પર ભાર મુક્યો છે. જો કે પાર્ટીમાં કેટલાંક નેતાઓના મતે રાહુલને પદોન્નાત કરવા જોઈએ જયારે કેટલાંકના મતે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને હજુ રિટાયર્ડ થવાની જરૂર નથી તે વાત પર ભાર મુકી રહ્યાં છે.