Aapnu Gujarat
Uncategorized

મરણના દાખલા કઢાવવા પણ લાગી લાઇનો

ગુજરાતમાં કોરોના વાયરસનો બીજો વેવ ખુબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકોને ઝપેટે લઈ રહ્યો છે. અહીં ન તો હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા છે, કે સ્મશાનગૃહોમાં મડદાઓને જગ્યાઓ મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો જાયે તો જાયે કહાં તેવા દ્રશ્યો વિચલિત કરી દે તેવા આપણી આંખ સામે ઉભા થઈ રહ્યા છે. રાજકોટમા કોરોનાના કેર વચ્ચે દરરોજ ૫૦થી વધુ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હવે જે રીતે કોરોનાના દર્દીને દાખલ કરવા માટે લાઈનો લાગતી હતી તેવી રીતે મરણનો દાખલો મેળવવા માટે પણ લાઈનો લગાવવી પડે છે.
મહાપાલિકાનો જન્મ મરણ નોંધણી વિભાગ આમ પણ કોરોનાની પ્રથમ લહેર બાદ સતત વ્યસ્ત રહ્યો છે. છેલ્લા એક માસથી મરણની સરેરાશ ૫૦થી વધુ નોંધ આવે છે તેની સામે જન્મની પણ ૭૦થી ૯૦ નોંધ પડતી હોય છે. મનપાના જન્મ મરણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમા અમે આઠ દિવસે મરણની નોંધ પાડીને દાખલો આપી શકીએ છીએ. મરણ નોંધ દાખલો મેળવવા માટે સ્મશાનની ચિઠ્ઠીને આધારે અરજી લેવાય છે અને દાખલો તૈયાર થાય ત્યારે નોંધાયેલા મોબાઈલમા એસ.એમ.એસ. મોકવામા આવે છે. હાલની સ્થિતિમા આઠ દિવસે અમે દાખલો કાઢી શકીએ છીએ.
જન્મના દાખલામા પણ સિસ્ટમ એવી જ છે પણ તેમા હોસ્પિટલની ચિઠ્ઠીના આધારે દાખલો કાઢી આપવામાઆવે છે. રાજકોટ શહેરની હોસ્પિટલમા બાળકનો જન્મ થાય તો હોસ્પિટલ જ તેની વિગતો અપલોડ કરી દે છે અને ત્યાર બાદ મહાપાલિકામા નોંધ પડતા વાલીને મેસેજ મોકલાય છે. વાલી આવીને ફોર્મ ભરીને ત્યારે કે પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધીમા ગમે ત્યારે તેનું નામ લખાવી દાખલો મેળવી શકે છે. હાલ તેમા પણ ૭થી ૮ દિવસનો સમય લાગી જાય છે.
સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક ખૂબ ઊંચો ગયો છે. કુદરતી રીતે મરણ થતાં વ્યક્તિઓ અને કોરોના સંક્રમણને કારણે થતાં મોતનો આંકડો નોંધનીય રીતે ખૂબ ઓછો છે. લોકો કલાકો સુધી મરણનો દાખલો કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનની અલગ-અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાની બીજી લહેર વધુ ધાતક છે. જેને પગલે ઈન્જેક્શન, ઓક્સિજન, સારવાર, અંતિમસંસ્કાર માટે પણ લાઈનો જોવા મળી હતી.
આજ સુધી મરણનો દાખલો કાઢવા માટે લાઈન લાગી હોય એવું ક્યારેય જોવા મળી નથી પરંતુ સુરત શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા. જે કોરોના સંક્રમણના કારણે શહેરમાં થયેલા મૃત્યુઆંકમાં વધારાનો પુરાવો સમાન છે. રાંદેર ઝોન અઠવા ઝોન કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.

Related posts

केशुभाई पटेल के निधन पर शोक में गिर-सोमनाथ जिला स्वैच्छिक रहा बंद

editor

પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન ૧૮ ફેબ્રુઆરી સુધી રદ્દ

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો સીડોકરથી પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1