Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરનાં કોરોના વોરિયર્સનો દીકરો ઇરાનનાં મધદરિયે ફસાયો

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો રાક્ષસી પંજો લાખો લોકોને મોતના મુખમાં ધકેલી રહયો છે. હાલ ગુજરાતના ભાવનગરમાં પણ સ્થિતિ ભયાનક છે. ત્યારે ભાવનગર સરકારી સર.ટી.હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા એક દંપતી અનેકનો સહારો બન્યા છે. પરંતુ તેમનો યુવાન દીકરો ધ્યેય કમલભાઈ હળવદિયા છેલ્લા છ માસથી ઈરાનમાં મધદરિયે પોતાના સાથીઓ સાથે ફસાયેલો છે.
મૂળ માલિક કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો બહુ વાયરલ છે. જેમાં મધ દરિયેથી જીવ બચાવવા મરીન એન્જિનિયર યુવાન ધ્યેય કમલભાઈ હળવદિયા મદદ માંગતો દેખાય છે. તે ગુજરાત ભાવનગરનો રહેવાસી છે. તેમના માતા દીપ્તિ બહેન અને પિતા કમલભાઈ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સેવા આપી રહયા છે. તેઓ દીકરાનું દુઃખ ભૂલી અસંખ્ય દર્દી ઓને સાજા કરવામાં લાગેલા છે. જોકે, તેમની અનેક જગ્યાએ કરેલી અપીલ બાદ ભારત સરકાર સુધી આ વાત પહોંચતા સરકાર તેમની મદદે આવી છે.
મદદ માટે ધ્યેય હળવદીયાએ સોશિયલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરતા જણાવ્યું હતું કે, ૧૯મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ઇરાનના બંદર બસ ખાતે કાર્ગો લોડિંગ માટે અમે આવ્યા હતા. શિપિંગ એજન્ટ, શિપના માલિક, કાર્ગો માલિક વચ્ચે મતભેદો સર્જાયા બાદ જહાજના એજન્ટ તે તમામ ક્રુ મેમ્બરોના સીડીસી, પાસપોર્ટ અને જહાજ ના દસ્તાવેજો છીનવી લીધા હતા. હવે અમે લોકો છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્બાસ પોર્ટના ઇનર એન્કરેજ ખાતે ફસાયેલા છીએ. અમારે લોકોએ ઘરે જવું છે પણ પ્રત્યુત્તર આપવામાં આવતા નથી. ઘરે જવા માટે સાઈન ઓફ થવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ તેનો કોઈ જવાબ આવતો નથી. પીવાના પાણી અને જમવાનું જથ્થો હવે મર્યાદિત છે, ડીઝલ પણ ઓછું હોવાથી અમે માત્ર ચાર કલાક જ જનરેટર ચલાવી અને રસોઈ બનાવી લઈએ છીએ તથા મોબાઇલ ચાર્જ કરી લઈએ છીએ.
શિપના માલિક દ્વારા અમોને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તેને પણ છ મહિના થઇ ગયા છતાં કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. મધદરિયે અમારી હાલત જર્જરિત બની રહી છે. ભારતના ૧૦ ક્રૂ મેમ્બર આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારતના દૂતાવાસ વચ્ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે તેના પરિવાર સાથે વાત કરી છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

Related posts

11 જુલાઇ વિશ્વ વસ્તી દિવસ : કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પુરી તૈયારી

aapnugujarat

હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી એલઆરડી પેપર લીક મુદ્દે મેદાને, ૬ઠ્ઠીએ ન્યાયયાત્રા

aapnugujarat

ડભોઇ તાલુકાના ગોઝાલી વસાહત પાસેથી મગર રેસ્ક્યુ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1