Aapnu Gujarat
ટેકનોલોજી

ડોમિનોઝ ઇન્ડિયા પર થયો સાયબર એટેક

સ્વાદિષ્ટ પિત્ઝા કંપની ડોમિનોઝ ઇન્ડિયા પર થયો છે. જેમાં ૧૩ જીબીનો ઇન્ટરનલ ડેટા ચોરી થઇ ચુક્યો છે. જેમાંઆઈટી, લીગલ, ફાઇનાન્સ, માર્કેટિંગ, કર્મચારીઓની જાણકારી સાથે ઓપરેશન્સની પણ જાણકારી હતી. હેકર્સનો દાવો છે કે, આ જાણકારી તેમને ૧૮ કરોડ ઓર્ડર ડિટેલ્સની મદદથી મળી છે. જેમાં ગ્રાહકોની મહત્વણી જાણકારી જેમ કે ફોન નંબર, ઈમેલ આઈડી, પેમેન્ટ ડિટેલ્સ, ડિલિવરી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડિટેલ્સનો સમાવેશ થાય છે.આ અંગે ઇઝરાયલી સાઇબર ક્રાઇમ ઇન્ટેલિજન્સના કો ફાઉન્ડર એલન ગલે તેનો ખુલાસો કર્યો છે.
જોકે, આ મામલે ડોમિનોઝ ઇન્ડિયા હજી સુધી ચૂપ છે. એલન ગલે દાવો કર્યો છે કે, ડોમિનોઝ ઇન્ડિયાનો હેક થયેલો ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. આ માટે હેકર્સ ચાર કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હેકર્સ આ બધો જ ડેટા એક જ વિક્રેતાને આપવા માંગે છે અને આ માટે એક એવું સર્ચ પોર્ટલ બનાવી રહ્યા છે, જ્યાંથી ડેટા અંગે જાણકારી મળી શકે.
જાણકારોના જણાવ્યા અનુસાર, આવો ડેટા ડાર્ક વેબ પર બીટકોઈન દ્વારા અઘોઘીત કિંમતે વેચવામાં આવે છે. આ ડેટા માટે હેકર્સ ટેલિગ્રામની મદદથી સંપર્ક કરે છે. જેના પર યુઝર્સનો ડેટા સ્ટોર કરવા પર પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડનું પાલન કરે છે. જો હેકર કાર્ડ ફિંગરપ્રિન્ટ બનાવવા માટે હૅશ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકે છે, તો તેઓ માસ્કસ્ડ નંબરને પણ ડીક્રીપ્ટ કરી શકે છે. જેને લઈને બધા જ કાર્ડ ધારકો પર સંકટના વાદળો ઘેરાયેલા છે.ભારત એવો બીજો દેશ છે, જેના પાસે મોટું ઇન્ટરનેટ યુઝર બેસ છે. ગત દિવસોમાં ઇન્ટરનેટ સાઈટ સ્ટેટિસ્ટા રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા લગભગ ૭૦ કરોડ હતી. જે આગામી પાંચ વર્ષોમાં વધીને ૯૭.૪ કરોડ સુધી પહોંચશે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાનું સૌથી મોટું ઓનલાઇન બજાર છે. તેની સંખ્યા એટલી છે કે દુનિયાના કોઈ દેશની વસ્તી પણ એટલી નથી.રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭માં ભારતમાં કુલ ૫૩,૧૧૭ સાઇબર એટેકના મામલા હતા. વર્ષ ૨૦૧૮માં જે વધીને ૨,૦૮,૪૫૬ થયા હતા. જેના ગાલ વર્ષે ૨૦૧૯માં તેની સંખ્યા વધીને ૩,૯૪,૪૯૯ થઇ અને ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ૬,૯૬,૯૩૮ થઇ હતી. છેલ્લા ૪ વર્ષમાં ભારતમાં સાઇબર એટેકની સંખ્યા દસ ગણી વધીને ૧૩,૫૩,૦૧૦ થઇ છે.

Related posts

Twitter Inc has permanently suspends US Prz Trump’s account

editor

ट्विटर का एक्शन,किसान आंदोलन की आड़ में हिंसा भड़काने वाले 126 अकाउंट ब्लॉक

editor

भारत सरकार ने 47 चीनी ऐप्स पर लगाया बैन

editor

Leave a Comment

UA-96247877-1