Aapnu Gujarat
ગુજરાત

જેતપુરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવાઇ ડો. આંબેડકર જન્મજયંતિ

૧૪ એપ્રિલના રોજ ભારતભરમાં બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૩૦મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દેશવાસીઓને ડો. આંબેડકરની જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ ડો. આંબેડકર જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં પણ શહેરના અગ્રણીઓ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેતપુરમાં કણકીયા પ્લોટમાં આવેલી ડો. આંબેડકરની પ્રતિમાને શહેરના આગેવાનો, વેપારીઓ, વિધાર્થીઓ, મહિલાઓ દ્વારા માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ફુલહાર ચઢાવી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી. આ તકે જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્ર પી.પારઘી દ્વારા ઈ્‌ફ મ્ૐછઇછ્‌ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું, કે બાબા સાહેબ આંબેડકર દેશના શોષિત, વંચિત વર્ગની સાથે મહિલાઓના પણ મુક્તિદાતા હતા.
બાબા સાહેબ આંબેડકર માનવતાના પ્રખર હિમાયતી પણ હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહમારીના કારણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જરૂરી દિશા-નિર્દેશનું પાલન કરવું જોઈએ અને કોરોનાને હરાવીને સૌએ પોતાની ફરજ અદા કરવી જોઈએ. વિવિધ રાજકીય આગેવાનો દ્વારા ડો. આંબેડકર જયંતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેતપુરના ધારાસભ્ય અને રાજ્યના પ્રધાન જયેશ રાદડિયા દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડો. આંબેડકર જયંતિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

aapnugujarat

ઓઢવમાં માતા-પુત્રની હત્યા કેસમાં પુત્રવધુનાં પ્રેમીની ધરપકડ

aapnugujarat

‘લાયન્સ કલબ પરિવાર દિયોદર’ દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1