Aapnu Gujarat
ગુજરાત

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

પોતાની પુત્રીઓને અમેરિકા લગ્ન કરાવતા પરિવાર માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.અમેરિકા રહેતા યુવાન સાથે લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ સાસરિયાઓ દ્વારા યુવતી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, યુવતીએ પૈસા ન આપતા અમેરિકન પતિ-પત્ની અમેરિકા બોલાવવા માટેની ફાઈલ કેન્સલ કરાવતા પરિણીતાએ આ મામલે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આધુનિક યુગમાં પણ જૂનવાણી વિચારધારા ધરાવતી પ્રથાઓ હજીપણ અસ્તીત્વ સુરતની મહિલા પોલીસ મથકમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે તે સાંભળીને અમેરિકા પોતાની દીકરીઓને લગ્ન કરાવતા પરિવાર એક સમય માટે વિચારવાની જરૂર છે સુરતના પીપલોદ પ્રગતિનગરના પ્રસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતી 26 વર્ષીય યુવતીના લગ્ન જહાંગીરપુરા ઇચ્છાનાથ સોસાયટીમાં રહેતા અને અમેરિકા સ્થાયી થયેલા કંદર્પ કુમાર જગદીશ મિસ્ત્રી સાથે ફેબ્રુઆરી-2020માં થયા હતા.લગ્ન બાદ હનીમૂન મનાવ્યા બાદ યુવતીને સુરત મૂકી કંદર્પ માતા હેમાક્ષીબેન અને પિતા જગદીશભાઇ ઠાકોર સાથે પરત અમેરિકા જતો રહ્યો હતો. થોડાક જ સમયમાં યુવતીને પણ અમેરિકા બોલાવી લેવા માટેની ફાઇલ મૂકશે તેવું કહ્યું હતું.બાદ અમેરિકા પરત જતાં જ પતિ અને સાસુ-સસરાએ પચાસ લાખ લઇ આવવા દબાણ શરૂ કર્યું હતું. સુરતમાં રહેતા કાકાસસરા અને કાકીસાસુએ પણ તેમાં મદદગારી કરી હતી.

Related posts

ધનકવાડા ગામમાં ભાજપ સંગઠનની બેઠક મળી

aapnugujarat

ખેડુતોને આર્થિક સહાય કરવાની માંગ સાથે કોંગ્રેસનુ તંત્રને આવેદન

editor

નોટબંધી અને જીએસટીથી ઘણાં ફાયદા, અર્થતંત્ર ટ્રેક ઉપર : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1