Aapnu Gujarat
ગુજરાત

કચ્છમાં પ્રવાસીઓ માટે સરકારી ઉતારો ‘વે સાઈડ એમેનિટીઝ’ તૈયાર થઈ રહ્યો છે

રાજાશાહી વખતમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા થોડા થોડા ગામના અંતરે ઊતારો બનાવવામાં આવતા . એક ગામથી બીજે જતા પ્રવાસીઓ અહીં રાતવાસો અથવા તો ભોજન જેવી વ્યવસ્થા કરી શકે . આવા જ કોઈક ઉદ્દેશ સાથે 2015 માં સૌ પ્રથમ ગુજરાત સરકારે પ્રવાસન વિભાગને આવા ઊતારા ‘ વે સાઈડ એમેનીટીઝ ’ બનાવવા સૂચના આપતા ગુજરાતમાં અલગ અલગ “ જગ્યાએ છથી વધુ એમેનીટી ઊભી કરવામાં આવી છે . ભુજ નજીક મિરજાપર સામે આવું એક વિસામાગૃહ આકાર લઇ રહ્યું છે . જેમાં એ.સી. બેડ રૂમો ,ડાઇનિંગ હોલ , ડોરમેટરી વગેરે સગવડતાઓ મળશે . આ અંગે ગુજરાત પ્રવાસન વિભાગના અધિકારી કેયુર શેઠ જણાવે છે કે , સરકાર આ સંપૂર્ણ સંકુલ ઊભું કરી અને ઇ – ટેંડરિંગ કરશે જે મુજબ પાંચ કે દસ વર્ષ માટે આ પ્રોજેક્ટ તે પાર્ટીને ચલાવવા આપશે . અહી જરૂરિયાત મુજબ વ્યવસ્થામાં વધારો કરાશે . કચ્છ આવતા પ્રવાસીઓ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ બનશે . કોમ્પલેક્ષની ડીઝાઈન અમદાવાદની કન્સલ્ટન્સી એસ્ટાબ્લીશ ડિઝાઈન્સ દ્વારા તૈયાર કરાઈ છે . 13,800 ચોરસ ફૂટના વિસ્તારમાં અંદાજે 2.75 કરોડના ખર્ચે આ સંકુલ બની રહ્યું છે .

Related posts

ગંદકી ફેલાવનારા ૧૬૫થી વધુ એકમો સીલ

aapnugujarat

હસમુખ પટેલે અમદાવાદ પૂર્વ બેઠકથી નામાંકન કર્યું

aapnugujarat

सूरत में श्रमिकों की कमी से व्‍यापारी परेशान

editor

Leave a Comment

UA-96247877-1