Aapnu Gujarat
ગુજરાત

મ્યુન્સિપલ લો-કોલેજમાં કાયદાના શિક્ષણના ભાગરૂપે કોર્ટરૂમ જેવો જ માહોલ ઉભો કરી મૂટ કોર્ટનું આયોજન કરાયું

પોરબંદરના છાંયા ખાતે આવેલ ડીડી કોટિયાવાલા મ્યુન્સિપલ લો-કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી સુચારૂ રીતે ચાલી રહી છે. કાયદાના શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓને કોર્ટનું પ્રેક્ટિકલ જ્ઞાન તેમજ અનુભવ મળી રહે તે માટે લો-કોલેજમાં મુટ કોર્ટનું આયોજન કરાયું હતું જેમાં સેક્નડ એસડી અને થર્ડ એસડી જજ દ્વારા વિદ્યાર્થીઓની વકિલાતની કળાને નિહાળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સ્વામિનારાયણ ગુરૂકુળ છાંયા ખાતે સંસ્કારની સાથે શિક્ષણનું સચન કરતી અને શિક્ષણક્ષેત્રે સતત પરિશ્રમ અને ધ્યેય નિષ્ઠાને વરેલ પોરબંદર જિલ્લામાં કાયદાનું શિક્ષણ આપતી બીબી કોટિયાવાલા મ્યુન્સિપલ લો-કોલેજમાં કાયદાના શિક્ષણના ભાગરૂપે સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓને કોર્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન તેમજ અનુભવ મળી રહે તે માટે અને વકીલાતમાં કારકીર્દિ ઘડવા માંગતા વિદ્યાર્થીઓને કોર્ટનો માહોલથી પરિચિત થાય તેવા હેતુંથી લો-કોલેજ ખાતે મુટ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર કોર્ટમાંથી સેક્નડ એસડી જજ પી. આર. ચૌહાણ તથા થર્ડ એસડી જજ કે. બી. રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓની વકીલાતની કળાનું નિરીક્ષણ કરી તથા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા સિનીયર ધારાશાસ્ત્રી સુરેન્દ્ર અમલાણી દ્વારા પણ વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રકાશદાસજી દ્વારા વિદ્યાર્થીઓને કારકીર્દિલક્ષી માર્ગદર્શન તેમજ વકીલાતની કારકીર્દિ દરમિયાન શબ્દોનું અર્થઘટન કેમ કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કોર્ટનો માહોલ મળી રહે તે માટે કોલેજમાં કોર્ટરૂમ જેવો જ માહોલ મુટ કોર્ટ રૂમ બનાવવામાં આવેલ હતો. આ મુટ કોર્ટને સફળ બનાવવા લો-કોલેજના ડો. વિજયસહ સોઢા તથા અધ્યાપક દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશદાસજી, ટ્રસ્ટી પદુભાઇ રાયચુરા, હરસુખભાઇ બુદ્ધદેવ તથા ગુરૂગુળ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યો તેમજ અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.
Tags

Related posts

કાંકરેજમાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

जिका वायरस की जानकारी छुपाई होने का कांग्रेस का आरोप

aapnugujarat

દલપત વેગડાએ બાબાસાહેબ આંબેડકર ભવનનાં નિર્માણ માટે ૫૧ લાખ આપવાની જાહેરાત કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1