Aapnu Gujarat
રાષ્ટ્રીય

ધરતીપુત્ર બનશે રાજ્યનો આગામી સીએમ, મમતા રાજીનામુ તૈયાર રાખે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ મમતા બેનરજી દ્વારા માંગવામાં આવેલા પોતાના રાજીનામાની માંગણી ફગાવી દેતા કહ્યુ છે કે, દીદી આ ચૂંટણી મારા રાજીનામા માટે નથી, બંગાળની જનતા મારુ રાજીનામુ માંગી નથી રહી પણ તમે ૨ મેના રોજ પોતાનુ રાજીનામુ તૈયાર રાખજો. રાજીનામુ તમારે આપવાનુ છે અને એ પણ નક્કી છે કે, બંગાળનો ધરતીપુત્ર જ રાજ્યનો આગામી સીએમ બનશે.
તેમણે ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, દીદી શરણાર્થીઓને નાગરિકતા આવા નથી માંગતી પણ અમે આપીશું. બે મેના રોજ અમારી સરકાર બની તો તમામને નાગરકિતા આપવામાં આવશે. એક વિકાસ બોર્ડ બનાવવામાં આવશે અને ઉત્તર બંગાળમાં એમ્સ બનાવવાનુ પણ શરુ કરાશે.
અમિત શાહે કહ્યુ હતુ કે, મમતા દીદી કહે છે કે હું બહારનો વ્યક્તિ છું. હું આ દેશનો નાગરિક નથી , તેઓ પીએમને બહારના વ્યક્તિ ગણાવે છે. બહારના વ્યક્તિ કોણ છે તેનો જવાબ હું આપુ છું. કોમ્યુનિસ્ટ વિચારધારા, કોંગ્રેસની લીડરશિપ બહારની છે. જે ઈટાલીથી આવી છે. ટીએમસીની વોટ બેન્ક બહારની છે. આ ઘૂસણખોરો બહારથી આવ્યા છે. હું તો આ માટીમાં જન્મેલો છું અને આ માટીમાં જ ભળવાનો છું.

Related posts

As much as Pak goes downward over Kashmir India’s stand will be more higher: Syed Akbaruddin

aapnugujarat

પશુ કારોબાર નિયમ પર મદ્રાસ હાઈકોર્ટે મૂકેલો સ્ટે

aapnugujarat

ભારતમાં ભીષણ ગરમીના એંધાણ

editor

Leave a Comment

UA-96247877-1