Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના સ્મશાનોમાં પોલીસ બંદોબસ્ત

ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી છે. તેવામાં કોરોનાની બીજી લહેરના સંક્રમણે એવા દિવસો દેખાડ્યા છે કે જે અગાઉ ક્યારેય પણ લોકોએ જોયા નથી. હોસ્પિટલો ઉભરાઈ રહી છે. સ્મશાનોમાં લાંબી લાઈનો લાગેલી છે. ઈન્જેક્શનો માટે લોકો રઝડી રહ્યા છે. તેવામાં વડોદરા પોલીસે હવે કોઈ ઘર્ષણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ અને સ્મશાનોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
હાલ કોરોના સંક્રમણને કારણે સમગ્ર રાજ્યની સ્થિતિ અતિ ગંભીર બનેલી છે. અને આ અવલોકન ખુદ ગુજરાત હાઈકોર્ટે કરેલું છે. વડોદરામાં પણ કોરોનાને કારણે સ્થિતિ ભયાવહ બનેલી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા હાઉસફૂલ થઈ ગઈ છે. તો સ્મશાનોમાં પણ હવે લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે. તેવામાં હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી રહી છે.
વડોદરા શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલાં કોરોનાના વ્યાપ વચ્ચે પોલીસ સયાજી હોસ્પિટલ તેમજ અન્ય કોવિડ હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોસ્પિટલોમાં ભારે ભીડને કારણે દર્દીઓ અને તેમનાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ઉપર કોઈ સંઘર્ષ કે ઘર્ષણ ન સર્જાઈ તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મશાનોમાં પણ મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિ માટે એકઠાં થતાં હોય છે. કેમ કે હવે સ્મશાનોમાં પણ વેઈટિંગ ચાલી રહ્યું છે. તેવામાં પોલીસે સ્મશાનોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. કદાચ વડોદરાના ઈતિહાસમાં આ પહેલીવાર છે કે જ્યારે પોલીસે સ્મશાનગૃહની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હોય.

Related posts

નંદાસણ ગામ માં જીવનજરૂરિયાતની વસ્તુઓનુ પેકેજ બનાવી ગરીબો શોષિત પીડીત લોકો ને વેહચવામાં આવ્યું

aapnugujarat

ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

aapnugujarat

બારડોલીમાં ધારાસભ્યના પુતળાનું દહન : ગૌમાતા વિરૂદ્ધના નિવેદનથી રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1