Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપનાં વરિષ્ઠ નેતા આડવાણીએ લીધો વેક્સિનનો બીજો ડોઝ

કોરોનાનો ભયાનક સ્વરૂપ આજે પણ સૌ જોઇ રહ્યા છીએ. આ કોરોનાની નવી લહેર એટલી ખતરનાક છે કે લોકો ઝડપથી તેની ઝપટમાં આવી રહ્યા છે. ત્યારે વેક્સિન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ આ કોરોનાનો તોડ હોય તેવુ લાગી રહ્યુ છે. જણાવી દઇએ કે, આજે પણ દેશમાં કોરોનાનાં કેસ ૧ લાખને પાર નોંધાયા છે, દરમિયાન ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ આજે કોવાક્સિનનો બીજો ડોઝ લીધો છે.
એઈમ્સમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને ઇન્ડિયન બાયોટેક-વિકસિત રસી કોવાક્સિન જ લગાવવામાં આવે છે. આ જ કારણ છે કે, વડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ અડવાણીને પણ કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ૧ માર્ચે જ્યારે ૯ માર્ચનાં રોજ અડવાણીએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. જણાવી દઇએ કે, ગઈકાલે જ્યાં બુધવારે ૧ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા, ત્યારે આજે પણ દેશમાં ૧ લાખ ૨૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
ભાજપનાં દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ૯૩ વર્ષનાં થઇ ગયા છે. તેમણે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં સહયોગથી ભાજપની સ્થાપના કરી હતી. વાજપેયીએ ૧૬ ઓગસ્ટ, ૨૦૧૮ નાં રોજ ૯૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

Related posts

पुलवामा में दो आतंकी ढेर

aapnugujarat

યાત્રીઓની ઉંઘવાની અવધિમાં એક કલાકનો રેલ્વે દ્વારા ઘટાડો

aapnugujarat

૧૨૫ કરોડનો વિશ્વાસ ધરાવનાર કોઇ પણ કિંમતે ઝુકશે નહીં : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1