Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યાત્રીઓની ઉંઘવાની અવધિમાં એક કલાકનો રેલ્વે દ્વારા ઘટાડો

ટ્રેનમાં યાત્રા દરમિયાન ઉંઘવાને લઇને વારંવાર યાત્રીઓ વચ્ચે લડાઈ ઝગડા થતાં રહે છે. આ લડાઈ ઝઘડાઓ અને ફરિયાદોને ધ્યાનમાં લઇને રેલવે દ્વારા હવે ટ્રેનમાં ઉંઘી જવાના સત્તાવાર સમયમાં એક કલાકનો ઘટાડો કરી દીધો છે.
રેલવે બોર્ડ તરફથી જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રિઝર્વેશન કોચમાં યાત્રી હવે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી જ ઉંઘી શકશે જેથી અન્ય લોકોને સીટ ઉપર બાકી બચી ગયેલા કલાકોમાં બેસવા માટેની તક મળશે. આ પહેલા ઉંઘવાના સત્તાવાર સમયનો ગાળો રાત્રે ૯ વગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધીનો હતો.
૩૧મી ઓગસ્ટના દિવસે જારી કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, રિઝર્વેશન કોચમાં ઉંઘી જવા માટેની સુવિધા રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધીની છે. બાકી બચી ગયેલા સમયમાં બીજા યાત્રી આ સીટ ઉપર બેસી શકે છે. પરિપત્રમાં કેટલાક નિશ્ચિત યાત્રીઓને છુટછાટ આપવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ પૈકી જો કોઇ બિમાર, દિવ્યાંગ અથવા તો ગર્ભવતી મહિલાઓ હોય તો તેવી સ્થિતિમાં અન્ય યાત્રીઓ સહકાર કરી શકે છે જેના કારણે જો ઇચ્છે તો મંજુરી વાળા સમયમાં વધારે રાહત મળી શકે છે. આ નવી જોગવાઈના પરિણામ સ્વરુપે ભારતીય રેલવેમાં સુધારા કરવામાં આવ્યા છે.
આ જોગવામાં અગાઉ યાત્રીના ઉંઘી જવાના સમય ગાળાને રાત્રે નવ વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધી રખાયો હતો. રેલવે મંત્રાલયના પ્રવક્તા અનિલ સેક્સેનાનું કહેવું છે કે, અમને ઉંઘવાના સંદર્ભમાં વ્યવસ્થાને લઇને યાત્રીઓ તરફથી ફરિયાદો મળી રહી હતી. ઘણા કિસ્સામાં યાત્રીઓ વચ્ચે ખેંચતાણ પણ થઇ રહી હતી.

Related posts

૨૦૧૯ની તૈયારીઓ શરૂ, શાહે પાર્ટી મોર્ચાના અધિકારીઓ સાથે ઘડ્યો પ્લાન!

aapnugujarat

યૂનિટેકની સંપત્તિ વેચીને ચૂકવવામાં આવશે ખરીદદારોના નાણાં : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

દુનિયાના અત્યંત ઘાતક ફાઈટર જેટ ‘રાફેલ’!, 3 KM સુધી નહીં ઉડી શકે ડ્રોન

editor

Leave a Comment

UA-96247877-1