Aapnu Gujarat
રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ૨ નગર નિગમ જીતી

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઘણાસાણ યથાવત છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ ૨ મેના રોજ ઘોષિત કરાશે, પરંતુ ચૂંટણી લડી રહેલા તમામ રાજનૈતિક દળ અત્યારથી જ પોતપોતાની જીતના મોટા દાવા કરી રહ્યા છે. આ દરમ્યાન હિમાચલ પ્રદેશમાં થયેલ ચાર નગર નિગમોની ચૂંટણીના પરિણામ ઘોષિત કરી દેવાયામાં છે. આ ચાર નગર નિગમમાં બુધવારે મતદાન થયું હતું, જે બાદ મોડી સાંજે મતગણતરી શરૂ થઈ હતી. ચૂંટણી પરિણામ મુજબ કોંગ્રેસે અહીં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.
રાજ્ય ચૂંટણી પંચના અધિકારી સંજીવ ચૌહાણે જણાવ્યું કે સત્તારૂઢ ભાજપને મંડી નગર નિગમમાં જીત મળી અને ધર્મશાળા નગર નિગમમાં તે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. જ્યારે પાલમપુર અને સોલનમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતાં બહુમ હાંસલ કર્યું. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે તેમના ગૃહ જનપદ મંડીમાં ભાજપે ૧૫ વોર્ડમાંથી ૧૧ વોર્ડ પર જીત નોંધાવી છે. મંડીમાં બાકી ચાર સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાળા નગર નિગમમાં ભાજપને જીત તો મળી છે, પરંતુ પાર્ટી હજી પણ બહુમતના આંકડાથી એક સીટ દૂર છે. ધર્મશાળામાં ૧૭ વોર્ડ છે, જ્યાં ભાજપના ખાતામાં ૮ સીટ ગઈ છે. બાકી ૯ સીટમાંથી ૫ પર કોંગ્રેસ અને ૪ સીટ પર અપક્ષ ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. અપક્ષ જીતનાર ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપમાંથી બગાવત કરી ચૂંટણી લડ્યા હતા અને હવે પાર્ટી ધર્મશાળા નગર નિગમમાં બહુમત મેળવવા માટે તેમનું સમર્થન હાંસલ કરવામાં લાગ્યા છે.
જ્યારે ચાર નગર નિગમમાં પાલમપુર અને સોલમમાં સ્પષ્ટ બહુમલ મેળવવા અને ધર્મશાળામાં સારું પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. પાલમપુરના ૧૫ વોર્ડમાંથી કોંગ્રેસને ૧૧ વોર્ડમાં જીત મળી છે. જ્યારે અહીં બે સીટ ભાજપ અને બે સીટ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે. સોલન નગર નિગમમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. અહીં ૧૭ વોર્ડમાંથી ૯ વોર્ડમાં કોંગ્રેસે જીત નોંધાવી જ્યારે ૭ સીટ ભાજપ અને એક સીટ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ છે.

Related posts

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે બીએસએફના જવાનોએ દેખાડી દેશભક્તિ

aapnugujarat

પ્રચારમાં સબરીમાલા મંદિર વિવાદનો દુરુપયોગ થવો જોઈએ નહીં : ચૂંટણી પંચ

aapnugujarat

હિમાચલમાં વરસાદથી ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1