Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુએઇની મદદથી ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાશે શંતિવાર્તા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમ ઘટવા લાગ્યો છે અને ટુંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારત સાથે વાતચીત શરૂ કરી દીધી છે જેથી કરીને બંને દેશોના પ્રધાનમંત્રીઓ વચ્ચે મુલાકાતનો રસ્તો તૈયાર કરી શકાય. બ્રિટિશ સમાચારપત્ર ફાઈનાન્સિયલ ટાઈમ્સે ત્રણ સૂત્રોના હવાલાને ટાંકીને આ દાવો કર્યો છે.
સમાચારપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શંતિવાર્તામાં સંયુક્ત અરબ અમિરાત મદદ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ કમર બાજવાએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને કહ્યું છે કે, તે કાશ્મીરમાં લડાઈ રોકવાની જાહેરાત કરે. સમાચારપત્રનો દાવો છે કે, આ વાતચીત એવા સમયે થઈ રહી છે કે જ્યારે બંને દેશો સામે કોરોના વાયરસના ખતરા વચ્ચે પોતાના દેશોની અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત કરવાનો પડકાર ઉભો છે.
સમાચારપત્રએ દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કથિત રૂપે યૂએઈના શાસક મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન તરફથી કરાવવામાં આવી રહી છે. તેમના પ્રયાસો બાદ જ ૨૫ ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે સીઝફાયરને અસરકારક રીતે લાગુ કરવાને લઈને સહમતિ સધાઈ હતી. હવે સરહદે વ્યાપાર અને કોરોનાથી બચવા સાથેમળીને કામ કરી શકે છે. જો બધુ સમુસુતરૂ રહ્યું તો બંને દેશોના પ્રધાનમંત્રી આગામી ૧૨ મહિનામાં મુલાકાત કરી શકે છે.
પડદા પાછળ ચાલી રહેલી વાતચીત સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, પીએમ મોદી અને ઈમરાન ખાન વચ્ચે મુલાકાતની તૈયારી માટે વરિષ્ઠ અધિકારી સ્તરે ચાલી રહી છે. સમાચારપત્રએ દાવો કર્યો છે કે, ભારતના જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ જ જનરલ બાજવા ભારત સાથે શાંતિ વાતચીત પર ભાર આપી રહ્યાં છે.
પાકિસ્તાને જાહેરાત કરી હતી કે, ભારત સાથે તમામ પ્રકારની વાતચીત ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારત કાશ્મીરમાં યથાસ્થિતિ પૂર્વવત કરશે. આ દરમિયાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું હતુ કે, જનરલ બાજવાની શાંતિ વાર્તાની વાતચીત માત્ર અફવા છે. જોકે ભારતીય અધિકારીએ કહ્યું હતું કે, વાતચીત ચાલી રહી છે અને ઈમરાન ખાન સરકારનું આ નિવેદન પોતાના કટ્ટરપંથીઓને ખુશ કરવા માટેનું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જનરલ બાજવા ભારત સાથે ચાલી રહેલા અત્યંત ખર્ચાળ સૈન્ય તણાવનો અંત લાવવા બરાબરના તરફડીયા મારી રહ્યાં છે. સાથે જ તે અમેરિકા સાથેના પોતાના સંબંધોને પણ સુધારવા માંગે છે.
એવુ પણ કહેવાય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ઘુષણખોરીની ગતિવિધિઓ ઘણા ખરા અંશે ઘટી ગઈ છે. પાકિસ્તાનના અમેરિકામાં પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ કહ્યું હતું કે, પાકિસ્તાન વિશ્વસનિયતાના સંકટ સામે ઝઝુમી રહ્યું છે અને તેને આગળ વધવા માટે તેનું સમાધાન લાવવું જરૂરી છે. બીજી બાજુ પાકિસ્તાન દેવાના દબાણ હેઠળ પણ પિસાઈ રહ્યું છે. ઈમરાન ખાન સરકાર પોતાના વાતદા પુરા નથી કરી શકતી. આ દબાણના કારણે જ તેને ભારત સાથે શાંતિ વાર્તા ફરી યથાવત કરવી પડી રહી છે.

Related posts

काश्मीर में प्रदर्शनकारियों से संपत्ति को हुआ नुकसान वसुला जाएगा

aapnugujarat

प्रधानमंत्री मोदी ने मध्य प्रदेश में पौने दो लाख परिवारों को करवाया गृह प्रवेश

editor

Appointments Committee of Cabinet approves continuation of Ajit Doval as NSA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1