Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાએ બધા રેકૉર્ડ તોડ્યા, ૧.૧૫ લાખ નવા કેસ

કોરોના વાયરસ મહામારીએ દેશમાં હવે ભયાનક રૂપ લેવાનુ શરૂ કરી દીધુ છે. બુધવારે કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી એક લાખનો આંકડો પાર કરી ગયા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના ૧,૧૫,૭૩૬ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાના ૫૯,૮૫૬ દર્દી રિકવર થયા છે જ્યારે ૬૩૦ લોકોના જીવ ગયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો વધીને ૧,૨૮,૦૧,૭૮૫ સુધી પહોંચી ગયો છે. જો કે, આમાંથી ૧,૧૭,૯૨,૧૩૫ દર્દી અત્યાર સુધી રિકવર પણ થઈ ચૂક્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક કેસોમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને ૮,૪૩,૪૭૩ થઈ ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધીમાં ૧,૬૬,૧૭૭ લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. કોરોનાના નવા જોખમને જોતા આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક સંબંધિત નિયમોનુ અનિવાર્ય રીતે પાલન કરે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કોરોના વાયરસનુ ટેસ્ટિંગ વધારવાનો પણ અનુરોધ કર્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા ૧,૧૫,૭૩૬ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧,૨૮,૦૧,૭૮૫ પર પહોંચી છે. જેમાંથી ૧,૧૭,૯૨,૧૩૫ લોકો રિકવર થયા છે. જ્યારે ૮,૪૩,૪૭૩ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-૧૯ની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં ૬૩૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૬૬,૧૭૭ પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ ૮,૭૦,૭૭,૪૭૪ લોકોને રસી આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસ (ર્ઝ્રર્િહટ્ઠ ફૈિેજ) નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-૧૯ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી.
બેઠક દરમિયાન ડો. હર્ષવર્ધને કોવિડ-૧૯ના વધતા કેસ માટે મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું. બેઠકમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતા. ડો.હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ ૧૧ રાજ્યોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધુ.
ડોક્ટર હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે એવું લાગે છે કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને ’તિલાંજલી’ આપી છે. ન તો લોકો માસ્ક પહેરે છે, ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે અને ન તો ભીડમાં કમી છે, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે ’ગત વર્ષે આપણી પાસે રસી પણ નહતી અને તમામ નિયમોનું પાલન પણ કરાયું હતું જેના કારણે કેસ ઓછા થયા હતા.’
ડો.હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાનો દર ૯૨.૩૮ ટકા છે. દેશમાં વધતા કેસ છતાં મૃત્યુદર ૧.૩૦ ટકા પર છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા અને ગ્રોથ રેટ ૮ ટકા છે. જ્યારે ૮૦ ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં સામે આવનારા કેસમાંથી ૮૧.૯૦ ટકા કેસ આ રાજ્યોમાંથી સામે આવ્યા છે.

Related posts

एविएशन घोटाला : प्रफुल्ल पटेल पूछताछ के लिए ED के समक्ष हाजिर नहीं हुए

aapnugujarat

અમિત શાહે ૨૭-૨૮ ઓક્ટોબરે બોલાવી ગૃહમંત્રીઓની બેઠક

aapnugujarat

૧૫ હાઈપ્રોફાઇલ મામલામાં જુનિયર જજ દ્વારા જ આદેશો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1