Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાડુઆત પોતાને મકાન માલિક ન સમજે : સુપ્રિમ કોર્ટ

મકાન ખાલી કરવા માટે આનાકાની કરનારા એક ભાડુઆતને સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરે છે કે જેમના પોતાના ઘર કાચના હોય તેઓ બીજાના ઘરે પર પથ્થર નથી ફેંકતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે મકાન માલિક જ કોઈ મકાનનો અસલી માલિક હોય છે. આથી ભાડુઆત ગમે એટલા દિવસો સુધી કોઈ મકાનમાં રહે તેમણે એ ન ભૂલવું જોઈએ કે તેઓ માત્ર ભાડુઆત છે, મકાનના માલિક નહી.
જસ્ટિસ રોહિંગ્ટન એફ નરીમાનના વડપણ હેઠળની ત્રણ સભ્યોની ખંડપીઠે આ અંગે સુનાવણી કરતા ભાડુઆત દિનેશને કોઈ જ રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો. સાથે જ આદેશ કર્યો કે તેણે પરિસર ખાલી કરવું જ પડશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભાડુઆત દિનેશને તાત્કાલિક બાકી રહેલું ભાડું ચૂકવી આપવા માટે આદેશ કર્યો હતો.
ભાડુઆતના વકીલ દુષ્યંત પારાશરે ખંડપીઠને જણાવ્યું કે, તેમના અસીલને બાકીની રકમ ચૂકવવા માટે સમય આપવામાં આવે. આ અંગે કોર્ટે ભાડુઆતને મુદત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે, જેવી રીતે આ કેસમાં તમે મકાન માલિકને પરેશાન કર્યાં છે તેને જોતા કોઈ જ રાહત આપી શકાય નહીં. તમારે પરિસર પણ ખાલી કરવું પડશે અને બાકીનું ભાડું પણ ચૂકવવું પડશે.
હકીકતમાં ભાડુઆતે છેલ્લા ત્રણ વર્ષથી ભાડાની રકમ આપી ન હતી. આ ઉપરાંત તે દુકાન પણ ખાલી કરી રહ્યો ન હતો. આખરે દુકાન માલિકે કોર્ટનું શરણ લીધું હતું. નીચલી કોર્ટે ભાડુઆતને બે મહિનામાં દુકાન ખાલી કરીને બાકીનું ભાડું ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, ભાડુઆતે કોર્ટનો આદેશ માન્યો ન હતો.

Related posts

અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન ઉપર બેન

aapnugujarat

મહત્તમ મતદાન કરાવો : વડાપ્રધાન મોદીની રાહુલ સહિત તમામને અપીલ

aapnugujarat

સુરક્ષા વચ્ચે પ્રજાસત્તાક દિનની આવતીકાલે ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1