Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહત્તમ મતદાન કરાવો : વડાપ્રધાન મોદીની રાહુલ સહિત તમામને અપીલ

લોકસભાની ચૂંટણીઓની તારીખોની જાહેરાત થતા જ ચૂંટણી પ્રચારનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. રાજકીય દળો વચ્ચે વાર-પલટવાર પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિરોધ પક્ષોના નેતાઓને અપીલ કરી છે. ટિ્‌વટર દ્વારા પીએમ મોદીએ લખ્યું કે હું રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી, અખિલેશ યાદવ અને એમકે સ્ટાલિનથી અપીલ કરું છું કે આગામી લોકસભા ચૂંટણીઓમાં વધુને વધુ મતદારોને પ્રોત્સાહિત કરે. જનતાની વધુ ભાગીદારી આપણા લોકશાહી માટે શુભ સંકેત હશે. તેમણે રાજકારણ, વેપાર, મનોરંજન, રમત અને મીડિયા જગતની હસ્તિઓથી મતદારોને મતદાન માટે જાગરૂક બનાવવામાં મદદરૂપ થવાની અપીલ કરી છે.આ કડીમાં પીએમ મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયક, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીને પણ વિનંતી કરી છે કે તેઓ જનતાને પોલિંગ બૂથ સુધી લાવવામાં દિશામાં કામ કરે.
પોતાના અધિકારો પ્રતિ જનતાની જાગરૂકતા ભારતને મજબૂત બનાવશે. પીએમ મોદીએ નિતીશકુમાર, રામવિલાસ પાસવાન અને પવન ચામલિંગથી પણ લોકોને જાગરૂક કરવાની અપીલ કરી છે. તેમણે હરસિમરત બાદલ, ચિરાગ પાસવાન અને આદિત્ય ઠાકરેથી પણ અપીલ કરી છે કે તેઓ દેશના યુવાનોને તેમના અધિકારીઓ વિશે જણાવે અને મતદાન કરવા માટે જાગરૂક કરે.લોકતંત્રના આ મહાપર્વને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કાર્યક્રમ ચલાવ્યો છે. તેમણે આગામી લોકસભાની ચૂંટણીઓમાં લોકોને મત આપવા માટે જાગૃત કરવા કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓ ઉપરાંત બોલીવૂડ કલાકારોની મદદ માંગી છે. આ માટે વડાપ્રધાને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ સહિત અનેક સ્ટાર્સને ટેગ કર્યાં છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણવીર સિંહ, વરૂણ ધવન અને વિક્કી કૌશલને પણ ટિ્‌વટર દ્વારા અપીલ કરી છે. તેમણે ટ્‌વીટ્‌સ દ્વારા કહ્યું છે કે લોકશાહીના આ પર્વમાં દેશવાસીઓને મત આપવા માટે જાગૃત કરો અને લોકશાહીને મજબૂત બનાવવા સહકાર આપો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે ટિ્‌વટર પર એક અભિયાન ચલાવ્યું જેમાં તેમણે વિવિધ ક્ષેત્રની હસ્તીઓને ટેગ કરી મત માટે જનતાને જાગૃત કરવાની વિનંતી કરી છે. તેમણે રાહુલ ગાંધી ઉપરાંત સલમાન ખાન, આમિર ખાન, અક્ષયકુમાર, ભૂમિ પેડનેકર, આયુષ્યમાન ખુરાના, પદ્મશ્રી મનોજ વાજપેયી અને સિંગર શંકર મહાદેવનથી પણ આ વિશે અપીલ કરી છે. આ ઉપરાંત તેમાં રમત જગત, રાજકારણ, ઉદ્યોગ જગતના દિગ્ગજોનો પણ સમાવેશ કરાયો છે.

Related posts

Kamal Haasan’s MNM kickstarts candidate selection process for local body polls

aapnugujarat

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

aapnugujarat

દેશમાં બ્લેક ફંગસથી૨૩૩ લોકોના મોત

editor

Leave a Comment

UA-96247877-1