Aapnu Gujarat
National

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓ-પોલીસ વચ્ચે અથડામણ

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ અને નક્સલી વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ અથડામણમાં પાંચ નક્સલી માર્યા ગયા છે. જેમાં બે મહિલા અને ત્રણ પુરુષ નક્સલીઓની લાશ ઘટનાસ્થળેથી મળી આવી છે.જિલ્લાની કુરખેડા તહસીલમાં ખોબ્રામેંઢા જંગલ વિસ્તારમાં ત્રણ દિવસથી સી-૬૦ દળનું નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહ્યું હતું. આ અથડામણમાં મોટા પાયે નક્સલી સામગ્રી કબ્જે કરવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, કબ્જે કરાયેલી સામાગ્રીમાં બંદૂક, વિસ્ફોટક અને રોજબરોજની વસ્તુઓ છે. આવામાં હોળીના દિવસે ગઢચિરોલી પોલીસને આ સફળતા હાથ લાગી છે.ગઢચિરોલી અને ગોંદિયા જિલ્લો નક્સલ પ્રભાવિત છે. ગઢચિરોલી જિલ્લામાં સૌથી વધુ નક્સલી ઘટનાઓ બને છે. જ્યારે ગોંદિયા જિલ્લો નક્સલ રેસ્ટ જોન તરીકે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગોંદિયા જિલ્લામાં પોલીસે હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે સતર્કતા બતાવી એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હતું.

Related posts

રવિવારની વહેલી સવારે જ ખુલી જશે આ બે રાાશિઓની કિસ્મત, મા આપશે શુભ સમાચાર

aapnugujarat

CM કેજરીવાલના હસ્તે સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન

editor

ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે કુંભ મેળો ૧ મહિનો ચાલશે

editor

Leave a Comment

UA-96247877-1