Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિકાગો પરિષદમાં સીએએ-માનવાધિકારોને લઇ ભારતની ટીકા કરતો પ્રસ્તાવ ફગાવાયો

અમેરિકામાં ન્યૂયોર્ય બાદ સૌથી શક્તિશાળી ગણાતી પરિષદોમાંની એક શિકાગો નગર પરિષદમાં સીએએ અને માનવાધિકારોને લઈને ભારતની ટીકા કરતો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. જેને ભારતની મોટી જીત માનવામાં આવે છે. શિકાગો નગર પરિષદના સભ્યોએ આ પ્રસતાવની વિરૂદ્ધમાં ભારે મતદાન કર્યું હતું.
ભારત વિરોધી લોબી અને ઈસ્લામિક સંગઠનોના ઈશારે જ પરિષદના એક સભ્યએ ભારત વિરૂદ્ધ આ પ્રસ્તાવ રજુ કર્યો હોવાનું કહેવાય છે. આ પ્રસ્તાવમાં ભારતના સંશોધિત નાગરિકતા કાયદા અને માનવાધિકારના મુદ્દે ટીકા કરવામાં આવી હતી.
શિકાગોના ભારતીય અમેરિકી ડોક્ટર ભરત બરાઈએ પરિષદના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ પાછળ કાઉંસિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન છે અને તેની ભૂમિકાની તપાસ થવી જોઈએ. આ પ્રસ્તાવને પરિષદની સભ્ય મારિના હૈડ્ડને પ્રાયોજિત કર્યો હતો. મારિનાનું કહેવું છે કે, આ પ્રસ્તાવ દક્ષિણ એશિયાઈ સહયોગીઓ પાસેથી મળેલી જાણકારી પર આધારીત છે.
શિકાગોની મેયર લોરી લાઈટફુટે કહ્યું હતું કે, પરિષદના અનેક સભ્યો મતદાન (પ્રસ્તાવના સમર્થનમાં) કરવામાં અસહજતા અનુંભવી રહ્યાં હતાં કારણ કે અમે નથી જાણતા કે ખરેખર ભારતની ધરતી પર શું ઘટી રહ્યું છે. ત્યાર બાદ ભારતની ટીકા કરતા આ પ્રસ્તાવને ૧૬ની સરખામણીમાં ૨૬ મતોથી ફગાવી દેવામાં આવ્યો હ્‌તો.
લાઈટફૂટે કહ્યું હ્‌તું કે, આ સંઘીય બાઈડન સરકારનું કામ છે કે તે આ પ્રકારન મુદ્દે ટિપ્પણી કરે કે નિર્ણય લે નહીં કે સ્થાનિક શહેરી પ્રશાસનનો. મેયરે એમ પણ કયું હતું કે, નગર પરિષદમાં પ્રસ્તાવને લઈને અનિચ્છા દેખાઈ તેનું કારણ એ હતું કે ઘણા સભ્યોનું માનવું છે કે, આ મામલે જરૂરી જાણકારી નથી. તેમણે કહ્યું હતું કે, શિકાગો સામે પોતાની જ અનેક સમસ્યાઓ રહેલી છે.
શિકાગોની મેયરે કહ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે શિકાગોના મેયર પદે બેસીને તે બાઈડન સરકારથી આગળ ના જઈ શકે. પરિષદના સભ્ય રેમંડ એ લોપેઝે પ્રસ્તાવને વિભાજનકારી ગણાવતા કહ્યું હતું કે, હું તેનું સમર્થન ના કરી શકુ, આ ખરેખર વિભાજનકારી છે. મારા કાર્યાલય સાથે હજારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હું કદકાઈપૂર્વક આ પ્રસ્તાવનો વિરોધ કરૂ છું. ભારતના મહાવાણિજ્ય દૂતે પણ મારો સંપર્ક કર્યો હતો. જે દર્શાવે છે કે, વૃહદ સમુદાય અને વૃહદ ચર્ચા પર તેનો કેટલો પ્રભાવ છે. મેં મારા સહયોગીઓને પણ કહ્યું હ્‌તું કે, તેઓ પણ આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન ના કરે.

Related posts

બિહારની ૩૯ સીટો પર ઉમેદવાર જાહેર : શત્રુઘ્ન સિંહાની પટણા સાહિબ સીટ ઉપર રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતારવાનો નિર્ણય

aapnugujarat

કેરળમાં પૂરમાં લોકોને બચાવનાર માછીમારોને શાંતિ નોબલ આપો : થરુર

aapnugujarat

जलपाईगुड़ी में भीषण सड़क हादसा, 13 की मौत

editor

Leave a Comment

UA-96247877-1