Aapnu Gujarat
ગુજરાત

ઉમ્મીદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર-૨ ના નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો ને સન્માનિત કર્યા

ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુરર્વેદી જણાવે છે કે, ઉમ્મીદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડભોઇ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કાજલબેન દુલાણી અને વોર્ડ નંબર-૨ ના સદસ્યો ને સન્માનિત કર્યા હતા .આ સંસ્થા દ્વારા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરી રહી છે જે ૧૯૭૨થી ભારત સરકાર સાથે સંકળાયેલી છે. તેનો મૂળ ઉદ્દેશ પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ પુરૂ પાડી ઉચ્ચ કેળવણી મળે અને દિકરીઓનુ સમાજમાં માન- સન્માન જળવાઇ રહે એવા કાર્યો આ સંસ્થા કરી રહી છે .. હાલમાં ડભોઇ માં આ સંસ્થા એક સ્લમ વિસ્તારમાં ચાલી રહી છે ત્યારે આ વિસ્તારની દીકરીઓને અંધારામાં અવર-જવર કરવી પડે છે. તેમજ આ વિસ્તારમાં પાણી અને ગટરની પણ સમસ્યા પુષ્કળ પ્રમાણમાં હોય છે જેને લઇ આ ટ્રસ્ટે આ નવનિયુક્ત પ્રમુખ અને વોડૅ . નં- ૨ ના સદસ્યો ને તેમને પડતી સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ નવનિયુક્ત પ્રમુખે આ ટ્રસ્ટને અને આ વિસ્તારના લોકોને પ્રત્યુત્તર આપી જણાવ્યું કે તમને પડતી મુશ્કેલીઓ ટૂંકાગાળામાં દૂર કરી દેવામાં આવશે. સમાજની દિકરીઓ ને ઉચ્ચ શિક્ષણ મળવું એ પણ ખૂબ જ જરૂરી છે. કોરોના વાયરસ ની વેક્સિનને લઈને પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે તેઓએ સમજાવ્યું કે દરેક વ્યક્તિઓએ આ વેક્સિન થી ગભરાવાની જરૂર નથી અને દરેક વ્યક્તિ આ વેક્સિન નિસંકોચ મુકાવી લે. હાલમાં સરકાર તરફથી મુક્તપણે આ વેક્સિન મુકવામાં આવી રહી છે જેનો દરેક લાભાર્થીઓને લાભ લેવો જોઈએ.

Related posts

અમદાવાદમાં ૧૪૫ બીઆરટીએસ સ્ટેન્ડ્‌સ પર મળશે વાઈ-ફાઈની સુવિધા

aapnugujarat

૬.૫૦ લાખના મોબાઇલની સાથે મોબાઇલ ચોર ઝડપાયો

aapnugujarat

ओबीसिटी के प्रति जागृत हुए गुजराती, डायट प्लानिंग सेन्टर बढ़े

aapnugujarat

Leave a Comment

UA-96247877-1