Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા કેસને લઈ દિલ્હી, કર્ણાટક અને કેરળમાં ૫ જગ્યાએ દરોડા પાડ્યા છે. જાણવા મળ્યા મુજબ દિલ્હીના જાફરાબાદ વિસ્તાર, કેરળના કોચી અને બેંગલુરૂમાં દરોડાની કામગીરી ચાલી રહી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદીઓ સાથે સંકળાયેલા એક કેસમાં ૪ મહિલાઓને કસ્ટડીમાં લીધી હતી. મહિલાઓની પુછપરછ બાદ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા એક જૂના કેસની તપાસ દરમિયાન એક આતંકવાદી સંગઠન માટે કામ કરી રહેલા કેટલાક લોકોના એક મોડ્યુલની જાણકારી મળી હતી. ત્યાર બાદ એજન્સીએ આ મામલે અલગથી એક કેસ નોંધ્યો છે.

Related posts

पराली से बनाई जा सकती हैं सीएनजी : केजरीवाल

aapnugujarat

सेमीफाइनल माना जा रहा है राजस्थान का उपचुनाव : राजस्थान में दिसम्बर में विधानसभा चुनाव

aapnugujarat

રાહુલ ગાંધી પાસે ૧૫ કરોડની સંપત્તિ : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1