Aapnu Gujarat
Uncategorized

ગિરનાર રોપ વે પ્રોજેક્ટ સાઇટ ટીમ મુલાકાતે, રોપ વે પોલ ખડા કરવા તરફ કામગીરી

ગરવા ગઢ ગિરનારની ઊંચાઇઓને આંબવી બધાં માટે શક્ય નથી જેના ઉપાય તરીકે ગિરનાર પર્વત પરના ધાર્મિક સ્થાનોએ પહોંચવા રોપ વે પ્રોજેક્ટની યોજના શરુ કરાઇ છે. આ પ્રોજેક્ટ ૨૦૧૮માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે ત્યારે તેને લઇને વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગિરનાર રોપ-વેનું કામ કરનાર ઉષા બ્રેકો કંપનીના ચીફ જનરલ મેનેજર મનોજ પવાર, જીઓ ફીઝિકલ ટીમના નિષ્ણાત, વિદેશી કંપનીના પ્રતિનિધિ અને ઉષા બ્રેકોની ટીમે ગિરનાર સાઇટની મુલાકાત લીધી હતી. આ અંગે ચીફ જનરલ મેનેજર મનોજ પવારે જણાવ્યું હતું કે, હાલ ઓફ સાઇટની કામગીરી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે.રોપ-વેનાં પોલ ઉભા કરવા માટે ગિરનારની જમીનમાં નીચે ૧૫ થી ૨૦ મીટર ખોદકામ કરવામાં આવશે. બાદ તેમાં પોલ ઉભા કરવામાં આવશે. ગિરનાર રોપ-વેને લઇ ૬ વખત સર્વે કરવામાં આવ્યો છે અને હજુ એક વખત સર્વે કરવામાં આવશે. બાદ સાઇટ ઉપર કામ કરવામાં આવશે. જેથી કરીને રોપ-વેની કામગીરી શરૂ થયા બાદ વચ્ચે બંધ ન કરવી પડે.

રોપ-વે પહેલા ટેમ્પરરી રોપ-વે બનાવવામાં આવશે. જેની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે. ટેમ્પરરી રોપ-વેની ટ્રોલી ૫ થી ૧૩ ટન વજનનું વહન કરી શકશે. ટેમ્પરરી રોપ-વે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે મેનપાવર કરતા ઝડપથી કામગીરી કરી શકાય. ગિરનાર રોપ-વે ૨૦૧૮ના વર્ષનાં નવરાત્રિમાં પૂર્ણ કરવાનો કંપનીનો પ્રયાસ છે. ગિરનાર રોપ-વેની સામગ્રી યુરોપના દેશમાંથી આવશે. ગિરનાર રોપ-વે દુનિયાનો સૌથી આધુનિક રોપ-વે બનશે.આ પ્રોજેક્ટની શરુઆત ૨૦૦૭માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. આશરે દસ વર્ષનો સમય પસાર થયાં બાદ  અનેક અંતરાયો દૂર થયા બાદ ગિરનાર રોપ-વેની કામગીરી તેજ ગતિમાં આવી છે. પકડી છે. આ  પ્રોજેકટ પાછળ રૂપિયા ૧૧૦ કરોડનો ખર્ચ થનાર છે. કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કરતાં ગણી સામગ્રી મોંઘી થઇ છે. જેની અસર આ પ્રોજેક્ટને પણ થશે. જેના કારણે ખર્ચમાં ૧૦ થી ૧૨ ટકા વધારો થવાની શકયતા છે.

Related posts

વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા એક દિવસીય ચિન્તન શિબિર યોજાઈ

aapnugujarat

માધવપુર મેળો : શ્રદ્ધાળુઓ ઉમટ્યા : આજે છેલ્લો દિન

aapnugujarat

વેરાવળનાં ટાવર ચોકમાં પાર્ક કરેલી કારમાં કોબ્રા ઘુસી જતાં ભારે ઉત્તેજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1