Aapnu Gujarat
Uncategorized

વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા એક દિવસીય ચિન્તન શિબિર યોજાઈ

વણકર સમાજ વેબસાઈટના પ્રણેતા શ્રી ભરતભાઈ ડાભી,વણકર ફાઉન્ડેશન વડોદરા ના સ્થાપક શ્રી મિતેશભાઈ ચાવડાના સહિયારા પ્રયાસથી ડો બાબાસાહેબ આંબેડકર ભવન અલકાપુરી આર્કેડ વડોદરાના ચેરમેન શ્રી મણીભાઈ જે પરમાર સાહેબ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ સદસ્ય શ્રી મુળચંદભાઈ રાણાના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તા 27/5/2023 ના રોજ વડોદરા ખાતે સમાજમાં થતા છૂટાછેડાના કારણો અને ઉપાયો વિષય પર એક દિવસીય ચિન્તન શિબિર કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં 40 કરતાં વધુ દુર દુર થી પધારેલ વણકર સમાજના શુભચિંતક મહાનુભાવો ઉપસ્થિત રહેલા અને સમાજમાં થતા છૂટાછેડા અટકાવવા હેતુ ગંભીર વિચાર વિમર્શ કરેલ ચર્ચા અંતે છુટાછેડા અટકાવવા હેતુ સ્વયંસેવકોની એક ટીમ બનાવી અને નક્કી કરવામાં આવે છે કે આ ટીમ છુટાછેડાના માર્ગે જઈ રહેલા યુગલને સ્વંય મળવા જઈ સમજાવશે અને છુટાછેડા અટકાવવા યથાશક્તિ પ્રયત્ન કરશે અને આગળ એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં એવા કાર્યક્રમ કરવામાં આવશે જેમાં સમાજના જે યુવકો યુવતીઓ લગ્ન વિષયક કાઉસેલીગ કરવામાં આવે જેથી સંભવિત લગ્ન ભંગાણ અટકાવી શકાય આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ગામના વતની અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા વણકર સમાજ વેબસાઈટ ના પ્રણેતા શ્રી ભરતભાઈ ડાભી સાહેબનું સન્માન વીરમાયા રત્ન એવોર્ડ મેડલ્સ તેમજ સન્માન પત્ર થી તેમજ ડો બી આર આંબેડકર ભવન ના ચેરમેન શ્રી મણીભાઈ જે પરમાર સાહેબનું સન્માન ડો બાબાસાહેબ આંબેડકર ટોફી થી કરવામાં આવ્યું હતું ચિંતન શિબિર નું સફળ સંચાલન આયોજક શ્રી મણીભાઈ જે પરમાર શ્રી મિતેશભાઈ ચાવડાએ સંભાળેલ તેમજ સમાપન આભારવિધિ ગુજરાત વણકર સેવા સમાજ વડોદરાના પ્રમુખ શ્રી ગોરધનભાઈ આર્ય સાહેબે કરી હતી તા પાણી સ્વરૂચિ ભોજન કર્યા બાદ શિબિર ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

Related posts

જામકંડોરણામાં સી.સી.ટી.વી. કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું જયેશ રાદડિયાના હસ્તે લોકાર્પણ

editor

સોમનાથ મહાદેવનાં દર્શન કરી અલ્પેશ ઠાકોરે નવો રાજકીય પક્ષ રચવાના આપ્યા સંકેત

aapnugujarat

મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગુહ મંત્રી વિપુલ ચૌધરી દ્વારા માણસા તાલુકાના ઈશ્વરપુરા મુકામે અબુદા સેના ના નેજા હેઠળ સભાનું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1