Aapnu Gujarat
મનોરંજન

રોહન શ્રેષ્ઠાના પિતાએ આપી શ્રદ્ધા કપૂર સાથે લગ્નની મંજુરી

શ્રદ્ધા કપૂર હાલમાં માલદીવ્સમાં છે ત્યારે તેનો જન્મદિવસ પણ હાલમાં જ ગયો. તેની તસવીરો અને વીડિયો પણ ખૂબ વાયરલ થયા છે. ત્યારે હાલમાં શ્રદ્ધા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા પણ સાથે હતો. ત્યારે હવે શ્રદ્ધાના લગ્નની વાત સામે આવી રહી છે. આ પ્રસંગે રોહન શ્રેષ્ઠાના પિતા અને જાણીતા ફિલ્મ ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાએ પણ આ લગ્ન વિશે વાત કરી છે.
રાકેશ શ્રેષ્ઠાએ કહ્યું કે રોહન તેની પ્રોફેશનલ લાઈફમાં ખુબ સારું કામ કરી રહ્યો છે. તમને ખબર છે કે તેણે પહેલા પોતાનો અભ્યાસ યોગ્ય રીતે પૂરો કરી લીધો હતો અને પછી કેમેરાને પ્રોફેશનલી હાથમાં પકડ્યો હતો. એવું નહોતું કે તે સ્ટુડિયો અને મારા કામના સ્થળે જ આંટાફેરા કરતો હતો. જ કારણે તેની તસવીરો ક્લિક કરવાની સ્ટાઈલ મારાથી અલગ છે. શ્રદ્ધા અને રોહન વિશે વાત કરી કે, મને ખબર છે ત્યાં સુધી બન્ને કોલેજ વખતથી જ મિત્રો છે. આ ઉપરાંત જૂહુમાં તેમના ઘણાં કોમન ફ્રેન્ડ્‌સ છે.
લગ્ન વિશે વાત આવી ત્યારે રાકેશે કહ્યું કે- હાલમાં તો બંને પ્રોફેશનલ લાઈફમાં સારું કામ કરી રહ્યા છે. માટે તેઓ સાથે રહેવા અંગેનો કોઈ નિર્ણય લેશે તો સમજી-વિચારીને જ લેશે. જો તેઓ એકબીજા સાથે લગ્ન કરવા માગે તો હું ખુશી ખુશી તેમના માટે બનતું બધું જ કરીશ. મારી ડિક્શનરીમાં ‘વાંધા’ જેવો કોઈ શબ્દ જ નથી. જો કે આ પહેલાં પણ શક્તિ કપૂરે જણાવ્યું હતું કે, તેમને રોહન અને શ્રદ્ધા લગ્ન કરે તેની સામે કોઈ વાંધો નથી.

Related posts

તાપ્સી પન્નુના નિવેદનથી તેલુગુ ચાહક ખફા થયા

aapnugujarat

અથિયા શેટ્ટી મુબારકા ફિલ્મને લઇને વ્યસ્ત

aapnugujarat

રેસ-૩ ફિલ્મમાં ડેઝી શાહ હોટ અવતારમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1