Aapnu Gujarat
મનોરંજન

રેસ-૩ ફિલ્મમાં ડેઝી શાહ હોટ અવતારમાં ચમકશે

સુપરસ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ રેસ-૩ ફિલ્મના કલાકારોને એકપછી એક રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. સલમાને સૌથી પહેલા પોતાને સિક્ંદર તરીકે રજૂ કર્યા બાદ એક પછી એક કલાકારોને રજૂ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સલમાને જેક્લીનને જેસિકા તરીકે રજૂ કરી હતી. ત્યારબાદ બોબી દેઓલને યશ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. હવે સલમાન ખાને સંજના અટલે કે ડેઝી શાહને રજૂ કરી છે. રેસ-૩ ફિલ્મ ડેઝી શાહની કેરિયરમાં નવો વળાંક લાવી શકે છે. કારણ કે તે સુપરસ્ટાર સલમાન ખાન સાથે કામ કરી રહી છે. સલમાન છાવણીની સ્ટાર તરીકે પણ તેને ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં તેને શાનદાર ભૂમિકા ફિલ્મમાં મળી ગઇ છે. ડેઝી શાહે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે જ કરી હતી. જય હો તેની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી. જો કે આ ફિલ્મ સલમાન ખાનની અન્ય ફિલ્મોની જેમ રેકોર્ડ તોડી શકી ન હતી. જેથી ડેઝી શાહની વધારે નોંધ લેવાઇ ન હતી. સલમાને હાલમાં કહ્યુ હતુ કે તે રેસ-૩ ફિલ્મના કલાકારોને એક પછી એક રીતે રજૂ કરશે. તેના વચન મુજબ સલમાન આ દિશામનાં વધી રહ્યો હતો. જેક્લીન અને બોબી દેઓલને રજૂ કર્યા બાદ હવે ડેઝી શાહને રજૂ કરવામાં આવી છે. સલમાન ખાને પોસ્ટર શેયર કરતા કહ્યુ છે કે સિજિલિંગ સંજના જોરદાર ધડાકો કરવા માટે તૈયાર છે. ડેઝી શાહે સલમાનના ટ્‌વીટને રિટ્‌વીટ કરીને કહ્યુ છે કે આ ખતરનાક થઇ જવાનો સમય છે. શુ તમે આને સંભાળી શકશો. ફિલ્મમાં સલમાનના સહ સ્ટાર બોબીએ પોસ્ટર શેયર કરીને કહ્યુ છે કે તાકાત અને સુન્દરતામાં પરફેક્ટ કોમ્બિનેશનની સ્થિતી ડેઝીમાં જોવા મળી રહી છે. બોલ્ડ એન્ડ બ્યુટિફુલ ડેઝી દેખાઇ રહી છે. આ ફિલ્મના પોસ્ટર ઉપરાંત જેકલીન અને ડેઝી શાહ દ્વારા પોતાના સ્કવોશ સેસનમાં અનેક ફોટો પોતાના ચાહકો માટે રજૂ કર્યા છે. બન્ને અભિનેત્રી ફિલ્મને જોરદાર અને આકર્ષક બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. હાલમાં આ ફિલ્મનુ શુટિંગ અબુ ધાબીમાં ચાલુ રહ્યુ છે. રેસ-૩ ફિલ્મમાં અનિલ કપુર અને સાકિબ સલીમ પણ મુખ્ય રોલમાં દેખાશે. આ ફિલ્મનુ નિર્દેશન રેમો ડિસુઝા દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મ વર્ષ ૨૦૧૮માં જ રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં ઇદના પ્રસંગ પર રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તમામ મશાલા ઉમેરવામાં આવી રહ્યા છે. આઇટમ સોંગમાં સોનાક્ષીને પણ લેવામાં આવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ રેસ-૩ અંગે વાત કરતા જાણકાર સુત્રોએ કહ્યુ છે કે સોનાક્ષી પોતાના હિસ્સાનુ શુટિંગ ટુંકમાં પૂર્ણ કરનાર છે. જેમાં સલમાન ખાન પણ તેની સાથે રહેશે. નિર્દેશક રેમો ડિસોઝાની ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે સોનાક્ષીના હિસ્સાનુ શુટિંગ આગામી મહિના સુધી હાથ ધરવામાં આવનાર છે. રેસની અગાઉની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે. અગાઉના બન્ને ભાગમાં મુખ્ય રોલ સેફ અલી ખાને અદા કર્યો છે.સેફ પણ રોલમાં છવાયેલો રહ્યો હતો. ડેઝી શાહ પોતે માને છે કે સલમાન ખાન સાથે ફિલ્મ મળ્યા બાદ હવે તેની કેરિયરમાં નવો વળાંક આવી શકે છે.

Related posts

સુશાંત અને કૃતિએ રિલેશનશિપમાંથી બ્રેક લીધો..?!!

aapnugujarat

સુશાંત સિંહની બહેન શ્વેતાનો ભાઇ માટે ઇમોશનલ વીડિયો, જુઓ વીડિયો

editor

પદ્માવતીમાં અદિતી રાવ રણવીરની પત્ની તરીકે દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1