Aapnu Gujarat
મનોરંજન

સલમાનની કિક-૨ ફિલ્મ ૨૦૧૯ ક્રિસમસ પર રજૂ

સલમાન ખાનના ચાહકો માટે ખુબ સારા સમાચાર છે. કારણ કે વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલી અને બોક્સક ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિષ્ણાંતે કહ્યુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. કિક-૨ ફિલ્મમાં સલમાન ખાન જ કામ કરનાર છે. સાજિદ જ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવાનો પ્રાથમિક નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે સલમાન ખાનના ચાહકો ક્રિસમસ ૨૦૧૯માં એક મોટી ફિલ્મ જોઇ શકશે. સલમાન છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં સુપર સ્ટાર તરીકે છે. તે સૌથી સફળ સ્ટાર તરીકે પુરવાર થઇ રહ્યો છે. તેના નામ પર ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેની છેલ્લે ટાઇગર જિન્દા હે ફિલ્મ આવી હતી. જે રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. બોલિવુડની સૌથી મોટી ફિલ્મ તરીકે તે ફિલ્મ સાબિત થઇ છે. વર્ષ ૨૦૧૯માં સલમાનની બે ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. જેમાં દેશભક્તિ પર આધારિત ફિલ્મ ભારતનો સમાવેશ થાય છે. જેમાં તે જુદા જુદા રોલમાં દેખાશે. બીજી કિક-૨ રહેશે. જે એક્શનથી ભરપુર ફિલ્મ રહેશે. કિક-૨ ફિલ્મની પટકથા ત્યાંથી જ શરૂ થશે જ્યાં તે ફિલ્મ પૂર્ણ કરાઇ હતી. મુળ ફિલ્મમાં તેની સાથે જેક્લીન અને રણદીપ તેમજ નવાજુદ્દીનની ભૂમિકા હતી. આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ પડી હતી. ફિલ્મનુ શુટિંગ સલમાન ખાન હાલની બે ફિલ્મમાંથી બહાર આવ્યા બાદ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

Related posts

महिला प्रधान फिल्म कहते हैं तो बड़ी चिढ़ होती है मुझे : अक्षय कुमार

aapnugujarat

સલમાન ખાનનાં એનજીઓ ‘બીઈંગ હ્યુમન’ પર ગંભીર આરોપ

aapnugujarat

दीपिका-रणवीर की शादी की डेट फिक्स, तैयारियां शुरू !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1