Aapnu Gujarat
ગુજરાત

ઇવીએમ કમલમમાં નથી બનતા, કોંગ્રેસવાળા હાર પચાવતા શીખે : નીતિન પટેલ

રાજ્યમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસની ૬ મહાનગર પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત હાર થઈ હતી. તો પાર્ટીએ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૮૦ ટકા બેઠકો ગુમાવી હતી. આ હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે હારનું એક કારણ ઇવીએમને ગણાવ્યું હતું. હવે ઇવીએમ મુદ્દે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ કોંગ્રેસને જવાબ આપ્યો છે. નીતિન પટેલે કહ્યુ કે, ઇવીએમ કમલમમાં બનતા નથી.
નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં કોંગ્રેસને જવાબ આપતા કહ્યું કે, ઈવીએમ કમલમમાં બનતા નથી. ભાજપ ઇવીએમ બનાવતું નથી. અમારી ફેક્ટરી નથી. નીતિન પટેલે કહ્યુ કે, કોંગ્રેસ ઇવીએમ પર દોષ ઢોળવા કરતા પોતાની ભૂલ સ્વીકારે. કોંગ્રેસ જીતનારને અભિનંદન આપી શકતી નથી અને હાર પચાવી શકતી નથી. નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, પંજાબમાં જીત મળી તો ઇવીએમ કોઈ બોલ્યું નથી. નિર્જિવ મશીન પર હારનું ઠીકરુ ફોડવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના આરોપો પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ઇવીએમ મશીન કમલમમાં બનતા નથી. ભાજપ પાસે ઇવીએમ બનાવવાની ફેક્ટરી નથી. તેમણે કહ્યું કે, પંજાબમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ આજ ઇવીએમ હતા. આ સાથે પટેલે કહ્યુ કે, કોંગ્રેસ હાર પચાવી શકતી નથી.

Related posts

કેન્સરની દવા બહાને લોકોને છેતરતા છ શખ્સોની ધરપકડ

aapnugujarat

અમદાવાદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ, ‘બેટી બચાવો,બેટી પઢાઓ’ દિવસની ઉજવણી

aapnugujarat

કેસરડી જોધલપીરના વંશજ શ્રી લાલદાસ બાપુએ રાણકીવાવની મુલાકાત લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1