Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવા ચૂંટણી પંચનો પેટ્રોલ પંપોને આદેશ

ચૂંટણી પંચે પેટ્રોલ પંપને આદેશ આપ્યો છે કે તેઓ ૭૨-કલાકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૂર કરે, કારણ કે પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ માટેની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.
પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે આ રાજ્યોના તમામ પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ વડાપ્રધાન મોદીના ચિત્રો-તસવીરો દર્શાવતી કેન્દ્ર સરકારી યોજનાઓને લગતા હોર્ડિંગ્સ ૭૨-કલાકમાં દૂર કરે. પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ કરેલી ફરિયાદને પગલે ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.

Related posts

કમાણીની દૃષ્ટિએ કોમર્શિયલ સેટેલાઈટોનો કારોબાર વધ્યો

aapnugujarat

જેડીએસ ધારાસભ્યનો દાવો – બીજેપી તરફથી મળી ૫ કરોડની લાંચ, સીએમના કહેવા પર પાછા આપ્યાં

aapnugujarat

સ્વદેશી બનાવટના ભારે વજનના ટોર્પિડોનું કોચીમાં સફળ પરીક્ષણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1