Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ભારતના પ્રયત્નોને અમેરિકાએ વખાણ્યા

ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે ભરવામાં આવી રહેલા પગલાનું અમરિકાએ ભારોભાર સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું છે કે, ભારત સરકાર પોતાના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના આર્થિક અને રાજકીય સ્થિતિને સામાન્ય બનાવવાની દિશામાં જે પ્રયાસ થઈ રહ્યાં છે અમે તેનાથી સંતુષ્ઠ છીએ અને તેનું સ્વાગત કરીએ છીએ.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતુંકે, અમે સતત જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા ફેરફારો પર નજર રાખી રહ્યાં છીએ. કાશ્મીર મામલે અમારી નીતિઓમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી.
નેડ પ્રાઈસે કહ્યું હતું કે, ભારતે લોકતાંત્રિક મૂલ્યોને અનુરૂપ જમ્મુ-કાશ્મીરમાં આર્થિક અને રાજકીય સ્થિતિને સંપૂર્ણપણે સામાન્ય કરવા માટે જે પગલા ભર્યા છે તે આવકાર્ય છે. ભારત અને અમેરિકાના સંબંધો ખુબ જ મજબુત છે. વિદેશ મંત્રી એંટોની બ્લિંકેને પોતાના ભારતીય સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધો અને ક્વાડને લઈને વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે સતત એકબીજાના સંપર્કમાં છીએ.
ભારત અને પાકિસ્તાન વિષે બોલતા નેડ પ્રાઈસે કહ્યું હતું કે, બંને દેશોએ એક સાથે અમારા હિતો છે અને તેમની સાથી મળીને કામ કરતા રહીશું. જ્યારે અમેરિકાની વિદેશ નીતિની વાત સામે આવે છે તો તે એક કામનો લાભ અને બીજાને નુંકશાનની વાત નથી આવતી. અમારી વચ્ચે લાભદાયક અને રચનાત્મક સંબંધો છે. અમારા સંબંધો બીજાની કિંમતના ભોગે નથી હોતા.

Related posts

એર પોલ્યુશનઃ દિલ્હીમાં ફરી ઓડ-ઈવનની તૈયારી

aapnugujarat

MSP पर सरकार ने खरीदा 564 लाख टन धान

editor

દિલ્હી અને કટિહાર વચ્ચે નવી ટ્રેન દોડાવવા સરકારનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1