Aapnu Gujarat
રાષ્ટ્રીય

એર પોલ્યુશનઃ દિલ્હીમાં ફરી ઓડ-ઈવનની તૈયારી

રાજધાનીમાં એર ક્વોલિટી ગંભીર કેટેગરીમાં રહી. આજે પાંચમા ધોરણ સુધીની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. સ્કૂલોમાં આઉટ ડોર એક્ટિવિટી પણ બંધ કરી દેવાઈ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તરફથી બોલાવાયેલી હાઈ લેવલની મિટિંગમાં આ નિર્ણય લેવાયો. મિટિંગમાં હાઈ રિસ્ક ગ્રૂપ હેઠળ આવનારા લોકોને સવારે અને સાંજે બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન અને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે પહેલી વાર કહ્યું કે દિલ્હીમાં મેડિકલ ઈમર્જન્સી જેવી હાલત છે.  આઈએમએ દ્વારા દિલ્હીની તમામ સ્કૂલ-કોલેજો અને ઓફિસમાં ત્રણ દિવસની રજાની ભલામણ કરી છે. ગુરુવાર સુધી આવી જ હાલત રહેવાના અણસાર છે.ઉલ્લેખનીય છે કે અહીં મંગળવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ પહેલી વાર ૪૪૮ના ડેન્જર લેવલ પણ પહોંચી ગયો. ગુરુવારે પણ શાળા અને કોલેજો બંધ રાખવાની જાહેરાત થઈ શકે છે. સરકાર ખૂબ જ જલદી ઓડ-ઈવન ફરી વખત લાગુ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઈમર્જન્સીમાં રોજ ૨૦ દર્દીરાજધાનીમાં પ્રદૂષણથી શ્વાસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ડીજીએચએસ ડોક્ટર કીર્તિ ભૂષણે જણાવ્યું કે તેમણે તમામ હોસ્પિટલમાંથી શ્વાસના દર્દીઓનો ડેટા મંગાવ્યો છે. મંગળવારે સૌથી વધુ શ્વાસના દર્દીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. કેટલાક દર્દીની આંખો બળવાની ફરિયાદ પણ હતી.

Related posts

લડાકૂ વિમાનો માટે પાક-ચીન સરહદ નજીક બનાવાશે ૧૧૦ મજબૂત શેલ્ટર

aapnugujarat

रायबरेली हादसा : मरने वालांे की संख्या बढ़कर अब ३१ हुई

aapnugujarat

રાહુલ ગાંધીના દત્તક ગામમાં કોઇપણ નવી સુવિધાઓ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1