Aapnu Gujarat
શિક્ષણ

યુનોની સામાજિક જવાબદારી શૈક્ષણિક અસરની સમિતિમાં જીટીયુને સભ્યપદ

સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની સામાજિક જવાબદારી અંગેની બૌદ્ધિક શૈક્ષણિક અસરોની સમિતિમાં ગુજરાત ટેકનોલોજકકલ યુનિવર્સિટી (જીટીયુ)ને સભ્યપદ હાંસલ થયું છે.યુનોના સંદેશાવ્યવહાર તથા જાહેર માહિતી વિભાગના નાયબ મહામંત્રી ક્રિસ્ટીના ગેલેચ તરફથી જીટીયુને પાઠવવામાં આવેલા સભ્યપદના પ્રમાણપત્રમાં દસ સિદ્ધાંતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં
(૧) સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટરના અમલનો દૃઢ નિર્ધાર
(૨) માનવ અધિકારોનું જતન
(૩) તમામને એકસરખી શૈક્ષણિક તકો મળે
(૪) રસ ધરાવતી દરેક વ્યક્તિને ઉચ્ચ શિક્ષણની તકો પ્રદાન કરવી
(૫) ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં ક્ષમતાના ઘડતર માટે પગલાં લેવા
(૬) વૈશ્વિક નાગરિકત્વ
(૭) શાંતિ અને સંઘર્ષ નિવારણ
(૮) ગરીબી નિર્મુલન
(૯) અવિરત વિકાસ
(૧૦) અસહિષ્ણુતા દૂર કરવી
આ સભ્યપદ મળવા અંગે પ્રતિક્રિયા આપતા જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે ખુશી વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે આ સભ્યપદ મળવાથી સામાજિક ક્ષેત્રમાં કામગીરી બજાવી રહેલા અને ખાસ કરીને ઈનોવેટીવ પ્રોજેક્ટો વડે સમાજની વિવિધ સમસ્યાઓ હલ કરવા પ્રયત્નશીલ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને પ્રોત્સાહન મળશે.
હાલમાં જીટીયુ નીચેના સામાજિક ક્ષેત્રોમાં કાર્યરત છેઃ
– વિશ્વકર્મા યોજનાઃ વર્ષ ૨૦૧૪-૧૫માં એન્જીનિયરીંગની ૧૮ ડિગ્રી કૉલેજો અને ૧૫ ડિપ્લોમા કૉલેજોના ૪૫૫ વિદ્યાર્થીઓ તથા ૩૩ પ્રાધ્યાપકોએ ૨૪૨ ગામોમાં કામગીરી બજાવીને ત્યાં ચાલતા સિવીલ કામોની ગુણવત્તાનો અહેવાલ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૭ ડિગ્રી કૉલેજો અને ૨૨ ડિપ્લોમા કૉલેજોના ૮૬૨ વિદ્યાર્થીઓ તથા ૭૪ પ્રાધ્યાપકોએ ૨૩૮ ગામોમાં કામગીરી બજાવીને ત્યાં ચાલતા સિવીલ કામોની ગુણવત્તાનો અહેવાલ આપ્યો હતો.
– સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લા પંચાયતને મદદઃ વર્ષ ૨૦૧૫માં ૩૬ કલાકની હેકાથોન યોજીને જીટીયુની ટીમોએ સાબરકાંઠા તથા અમદાવાદ જીલ્લા પંચાયતની સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ બને એવા ૧૧ પ્રોજેક્ટો વિકસાવ્યા હતા. બંને જિલ્લાના તત્કાલીન ડીડીઓ – એમ.નાગરાજન અને ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તે કાર્યક્રમને કોડ ફોર ગુજરાત નામ આપવામાં આવ્યું હતું.
– સામાજિક સમસ્યાઓ હલ કરવા હેકાથોનઃ વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલેજના યજમાનપદે ૧૦થી ૧૨ માર્ચ, ૨૦૧૬ દરમિયાન યોજાયેલા સેન્ટ્રલ ટેકફેસ્ટમાં સામાજિક સમસ્યાઓ હલ કરવા ૩૬ કલાકની હેકાથોન યોજવામાં આવી હતી.
– આદર્શ ગામો વિશે રીસર્ચ પ્રોજેક્ટઃ જીટીયુ તરફથી અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આદર્શ ગામો માટેના સંશોધન પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૬-૧૭માં હાથ ધરવામાં આવનાર છે.
– એનએસએસઃ એનએસએસની પ્રવૃત્તિઓ અંતર્ગત ૨૪ હજાર વિદ્યાર્થીઓએ ગામડાઓની સાત દિવસ મુલાકાત લીધી અને ત્યાં શાળા કેળવણી અને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.
એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજના ૩૭૦ વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનાપાંચ ગામોમાં શ્રમદાન કરી શૌચાલયોનું નિર્માણ કરી રહ્યા છે.
– આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ મહેસાણા જિલ્લાના ગ્રામવિસ્તારોની શાળાઓ માટે માટે જીટીયુના વિદ્યાર્થીઓએ વેબસાઈટો વિકસાવી છે.

Related posts

ICSE શાળામાં ધો. ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

aapnugujarat

એમ.એસ.યુનિવર્સિટીમાં એસિડ એટેકની ધમકી આપનારાને સજા થઈ : પોલીસે ઝુબેર પઠાણને મુરઘો બનાવ્યો

aapnugujarat

જીઆઈએસ ટ્રેન્ડ સેટરમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટો ઝળક્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1