Aapnu Gujarat
રાષ્ટ્રીય

લડાકૂ વિમાનો માટે પાક-ચીન સરહદ નજીક બનાવાશે ૧૧૦ મજબૂત શેલ્ટર

સરહદો પર થતાં સતત ફાયરિંગ અને મિસાઈલ હુમલાઓથી વાયુસેનાના લડાકૂ વિમાનોને બચાવવા માટે સરકારે પાકિસ્તાન-ચાઈના સરહદ નજીક ૧૧૦ મજબૂત શેલ્ટર બનાવવાની મંજૂરી આપી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં ૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ નિર્માણકાર્ય તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. ત્યાર બાદ સેના પોતાના ફ્રન્ટલાઈન ફાઈટર જેટ્‌સ અહીં વગર કોઈ ચિંતાએ તૈનાત કરી શકશે.
આ શેલ્ટરોમાં સુખોઈ-૩૦ પર રાખી શકાશે.તમને જણાવી દઈએ કે, હાલ પાક-ચીન સરહદ પર આ પ્રકારના શેલ્ટરોને અભાવે ભારતીય સેનાએ તેમના ફ્રન્ટલાઈન એરક્રાફ્ટને સરહદથી દૂર પાર્ક કરી રાખવા પડે છે. હવે શેલ્ટર બનવાને કારણે આ લડાકૂ વિમાનોને સરહદની એકદમ નજીક તૈનાત કરી શકાશે.
૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ તેમના કેટલાક વિમાનોને ગુમાવવા પડયા હતાં. તેમનું કારણ એ હતું કે, આ વિમાનો કોઈ શેલ્ટરના રક્ષણ વગર એરસ્ટ્રીપ પર તૈનાત કરવામાં આવ્યાં હતાં.
૧૯૬૫ પછીથી લડાકૂ વિમાનોના રક્ષણ માટે સરહદ પર આ પ્રકારે શેલ્ટર્સોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી દુશ્મનોના હુમલાથી બચી શકાય. આ શેલ્ટર્સ કાંક્રીટની મોટી દિવાલના બનેલા હોય છે, જે મોટા હુમલા સામે લડાકૂ વિમાનોને બચાવે છે.ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકી કેમ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાનોએ ભારતીય સરહદમાં ધુસણખોરી કરવાની કોશિશ કરી હતી. ભારતે વિશ્વને સ્પષ્ટ સંકેત આપ્યો કે, આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તે કદી પાછળ નહીં હટે.

Related posts

दिसंबर से 24 घंटे मिलेगी RTGS सेवा

editor

રાષ્ટ્રપતિ ચૂંટણી : કેજરીવાલને સાથે રાખવા કોઇ ઇચ્છુક નથી

aapnugujarat

बिहार में पांच विधानसभा सीटों और एक लोकसभा सीट पर गठबंधन में उपचुनाव लड़ेगी कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1