Aapnu Gujarat
Uncategorized

વિજાપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન

વિજાપુરથી અમારા સંવાદદાતા મહેશ અસોડીયા જણાવે છે કે,મહેસાણાના વિજાપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે વિજાપુર ભાજપના કાર્યાલય નું રીબીન કાપી. દીપ પ્રગટાવીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વિજાપુર ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી કાન્તીભાઈ પટેલ ,તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ ,માધુભાઈ પટેલ ,સંજયભાઈ પટેલ ,રમેશભાઈ પટેલ તેમજ મહેસાણા જિલ્લા પંચાયત 42 વિજાપુર ગોવિંદપુરા ઓજી સીટ ના ઉમેદવાર અર્પિતા બેન કાળીદાસ પટેલ તથા વિજાપુર તાલુકા પંચાયત 27 વિજાપુર ગોવિંદપુરા ઓજી ર ના ઉમેદવાર પટેલ પરેશભાઈ ત્રીકમભાઈ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાર બાદ પ્રચાર પૂરજોશમા કરવામાં આવ્યો હતો. મહેસાણા જીલ્લા પંચાયત, તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવારો સહીત મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પ્રચાર કરી મતદારો નો ઉત્સાહ પૂર્ણ આવકાર મળી રહ્યો હતો.

Related posts

Dt. ૧૨/૦૩/૨૦૨૦ ના રોજ #ઇન્ટરનેશનલ #વિશ્વ #મહિલા #દિવસ ના રોજ ઝરિયાં – એ – દુઆ , એકવિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વેજલપુર પોલીસ સ્ટેશન ની ” સી ” ટીમ , 181 મહિલા હેલ્પલાઇન , નારી અદાલત ના સહયોગથી વેજલપુર વિસ્તારમાં મહિલા સશક્તિકરણ ની માહિતી અને વિવિધ યોજનાઓ ની મહિલા ઓને માહિતી આપવામાં આવી ….

aapnugujarat

પોલીસ સ્ટેશનમાં હોબાળો કરતાં કાંધલ જાડેજાની અટકાયત

aapnugujarat

ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી તો નગરજનો કેવી રીતે રહેશે સુરક્ષિત

editor

Leave a Comment

UA-96247877-1