Aapnu Gujarat
રાષ્ટ્રીય

આદિવાસી ક્યારેય હિન્દુ નહોતા અને ના તો છેઃ હેમંત સોરેન

મુખ્યમંત્રી હેમંત સોરેનએ હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સને વર્ચુઅલ માધ્યમથી સંબોધિત કરી. તેમણે કહ્યું કે આદિવાસી કયારેય હિન્દુ નહોતા અને ના તો હિન્દુ છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે અને તેના અલગ રીત-રિવાજ છે. સદીઓથી આદિવાસી સમાજને દબાવામાં આવી રહ્યો છે, કયારેક ઇન્ડિજિન્સ, કયારેય ટ્રાઇબલ તો કયારેય અન્યની અંતર્ગત ઓળખ થતી રહી. પરંતુ આ વખતની વસતી ગણતરીમાં આદિવાસી સમાજ માટે અન્યની પણ જોગવાઇ હટાવી દેવામાં આવી છે.
હેમંત સોરેને કહ્યું કે વસતી ગણતરીમાં આદિવાસીઓ માટે કોઇ જગ્યા નથી. પાંચ-છ ધર્મોને લઇ એ બતાવાની કોશિષ કરાઇ છે કે તેમણે તેમાંથી જ એકને પસંદ કરવી પડશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે કેન્દ્રને આગ્રહ કર્યો કે આગામી વસતી ગણતરીમાં આદિવાસી સમૂહ માટે અલગ કોલમ હોવી જોઇએ, આથી તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિને સંરક્ષિત કરીને આગળ વધી શકે.
મુખ્યમંત્રી હેમંત સોરેને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૨૦૨૧નું વર્ષ નિમણૂકનું વર્ષ જાહેર કર્યું છે. જેપીએસસી સહિતની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે નિયમાવલી બનાવીને આગળ પગલાં ભરી રહ્યું છે. તેમણે ભાજપની વિચારધારા પર કટાક્ષ કરતાં કહ્યું કે ૮૯ વર્ષના એક સામાજિક કાર્યકર્તા ફાધર સ્ટેન સ્વામીને જેલમાં બંધ રાખ્યો છે. જે વ્યક્તિની યાદશક્તિ જતી રહે છે, વ્યવસ્થિત બોલી નથી શકતો, તેને દેશદ્રોહના કેસમાં જેલમાં રખાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે જેએનયુની સ્થિતિ શું છે, એ બધા લોકો જોઇ રહ્યા છે. તેના પર કેટલાંક નેતાઓ એવા આરોપ લગાવે છે પરંતુ તેઓ સંઘર્ષ કરનાર વ્યક્તિ છે, આવી કોશિષને હવે આદિવાસી સમાજ સફળ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે દુનિયાભરમાં આદિવાસીઓની ઓળખ બની રહે તેના માટે તેમણે જે પણ ભૂમિકા નિભાવાની જરૂર પડશે તેના માટે તેઓ તૈયાર છે. સાથો સાથે તેમણે હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સના આયોજકોના પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો અને તેમના મંતવ્યોને આમંત્રિત કર્યા.

Related posts

आजाद और तिलक को देश ने किया याद, प्रधानमंत्री ने दी श्रद्धांजलि

aapnugujarat

Rainfall will continue in Bihar till 12th July : IMD

aapnugujarat

પ્રિયંકા મહાસચિવ બનતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1