Aapnu Gujarat
Uncategorized

ચુડા શહેરી વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીનુ ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

સુરેન્દનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, કારમાં અપહરણ કરી સગીર વિદ્યાર્થીને ગામની બહાર છોડી ત્રણ અજાણ્યા શખ્સો નાસી છુટ્યા.પરંતુ અપહરણ કરવાનું કારણ અકબંધ છે.સગીર વિધાર્થી સહીત પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ટોળું પોલીસ મથકે પહોંચ્યા
સગીરએ બૂમાબૂમ કરતા અપહરણકારો સગીરને મૂકી નાસી છૂટ્યા
હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે છોકરા પકડવા વાળી ગેમ ચુડા તાલુકામાં સક્રિય થઇ છે આ ઘટનાના પડઘા સમગ્ર જિલ્લામાં સોશિયલ મીડિયા દ્વારા પડ્યા છે તેમજ લોકોને જાગૃત રહેવા પણ સામાજિક કાર્યકરો દ્વારા જણાવાયું છે તેમજ અજાણ્યા વ્યક્તિને નામ રહેઠાણના પુરાવા હોય અથવા પરિચિત વ્યક્તિઓ ને જ પ્રવેશ આપો તેઓ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે
તેમજ પોલીસ દ્વારા તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ખોટી અફવાઓથી દૂર રહેવા પણ જણાવાયું છે
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે
જિલ્લા પોલીસ વડા સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી બાજ નજર રાખી રહ્યા છે, ત્યારે આવા નાસતા ફરતા અપહરણકારો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય એમ જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ભગુપુર ગામ તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં સાઇલેન્સર ચોરવાળી ગેંગ સક્રિય બની હતી હજુ તેની શાહી સુકાંઈ નથી
હાલ પોલીસે અપહરણકારોને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી

Related posts

પાવીજેતપુર કોલેજ ના એન. એસ. એસ. યુનિટ દ્વારા ઈંટવાળામાં મફત નેત્ર નિદાન તેમજ દંત નિદાન કેમ્પ યોજાયો.

aapnugujarat

अहमद पटेल के जीतने पर कांग्रेस द्वारा जगह-जगह उत्सव

aapnugujarat

ડભોઇની પ્રમુખ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી

editor

Leave a Comment

UA-96247877-1