Aapnu Gujarat
Uncategorized

ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ મોંઘવારીના મુદ્દા સાથે મેદાનમાં ઉતર્યું

મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ મોંઘવારીના મુદ્દા સાથે મેદાનમાં ઉતર્યું છે. પેટ્રોલ ડીઝલ તથા તથા ખાદ્ય તેલમાં ભાવવધારાનો મુદ્દો બનાવીને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવારો તેલમાં ભાવ વધારાને લઈને તેલનો ડબ્બો લઈને ચૂંટણી પ્રચારમાં ઉતર્યાં હતા.
રાજકોટ મનપાના વોર્ડ નંબર સાતના કોંગ્રેસના રણજીત મૂંધવા અને તેના સાથી ઉમેદવારો દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. હાલ એક તરફથી દિવસે અને દિવસે ખાદ્યતેલ તેમજ ઇંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે લોકોના રોષને મતમાં ફેરવવા કોંગ્રેસના ઉમેદવારો ગળામાં ખાલી તેલના ડબ્બા તેમજ નળની ખાલી પાઇપલાઇન સાથે પ્રચારમાં ઉતર્યા હતા. તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલા ઈછ-મેમોને લઈને પણ પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે મોંઘવારીને મુદ્દો બનાવ્યો છે.

પોસ્ટરથી રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીની હાજરી બતાવાઈ છે.
તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ૨૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી બનાવવામાં આવી હતી. ત્યારે સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય રૂપાણી કોરોના સંક્રમિત છે. ત્યારે ભાજપ દ્વારા પોતાના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં પરોક્ષ હાજરી બતાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં ઠેરઠેર મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સંવેદનશીલતા પ્રદર્શિત કરતા હોય તે પ્રકારના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઠેરઠેર વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલા રાજકોટ શહેર માટેના વિકાસ કાર્યો તેમજ તેમની સંવેદનશીલતા જન જન સુધી પહોંચાડવા રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

Related posts

ભાજપાનું લક્ષ્ય ચૂંટણી જીતી ગરીબ વ્યક્તિને સમૃદ્ધ કરવાનું ભાજપ રાષ્ટ્રવાદની વિચારઘારાથી કામ કરનારી પાર્ટી – જનકભાઇ બગદાણા

aapnugujarat

કલાકોમાં જુનાગઢ લૂંટ કેસને ઉકેલવામાં સફળતા મળી છે

aapnugujarat

શ્રી સોમનાથ તીર્થધામમાં સતત 9′ માં વર્ષે બાપા સીતારામ સેવા મંડળ અમદાવાદના 350 જેટલા સેવકોએ શ્રમયજ્ઞ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1