Aapnu Gujarat
ગુજરાત

ગોધરામાં P.H.Dના રીસર્ચ સ્કોલર માટે શ્રી ગોવિંદગૂરુ યૂનિર્વસીટી ખાતે કોર્ષવર્કનું આયોજન

ગોધરાથી અમારા સંવાદદાતા વિજયસિંહ સોલંકી જણાવે છે કે, શ્રી ગોવિંદગુરુ યુનિ.ગોધરા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પી.એચ.ડી ના રીચર્ચ સ્કોલર માટેના કોર્ષવર્કનુ આયોજન ચાલી રહ્યું છે. રીસર્ચ સ્કોલરને તેમના ગાઈડ સાથે પરિચય વિધિ કાર્યક્રમનું આયોજન યુનિ ખાતે પોલીટેકનિક કેમ્પસ ખાતે કરવામાં આવ્યુ છે. ૨૫૫ રીસર્ચ સ્કોલરને તેમના ગાઈડ અધ્યાપક દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવેલ છે જેને પરિણામે પી.એચ.ડી કરનાર વિદ્યાર્થીઓને કામ સરળ  બની શકે.SGGU પાસે પ્રથમ બેચના ૧૬૬ વિદ્યાર્થીઓ જ્યારે ચાલુ વર્ષે નવા ૨૫૫ વિદ્યાર્થીઓ એમ કુલ-૪૨૧ વિદ્યાર્થીઓ ૧૯ વિષયમાં પી.એચ.ડી કરી રહ્યા છે. આજ રોજ રીસર્ચ સ્કોલરને પરીક્ષાના માર્ક્સ પણ આપવામાં આવ્યા છે.ગુજરાત સરકારની “શોધ” સ્કીમ હેઠળ દર વર્ષે રૂ.૨ લાખ એમ બે વર્ષના ૪ લાખ સ્ટાઈફંડ સંશોધન કર્તાને આપવામાં આવે છે ગત વર્ષે ૪૦ વિદ્યાર્થીઓને શોધ સ્કીમ હેઠળ KCG અમદાવાદ ખાતે પસંદગી કરવામાં આવેલ હતી..V.C.  પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ તથા ઈંન્ચાર્જ રજી.ડૉ.અનીલ સોલંકી, મીડીયા કન્વીનર ડૉ.અજય સોનીએ સૌ વિદ્યાર્થીઓને પોતાના સંશોધન વિષય દ્વારા સમાજ તથા દેશના પ્રશ્નો હલ કરવાની હાકલ કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આઈ ડિવિજન દ્વારા ટ્રાફિક અવરનેસ પ્રોગ્રામ યોજાયો

editor

चांदखेडा क्षेत्र में महिला ने पति विरूद्ध यातना देने की शिकायत दर्ज करायी

aapnugujarat

મુળી ખાતે રાવણ લીલા ફિલ્મનો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1