Aapnu Gujarat
Uncategorized

ઉપલેટા નગરપાલિકામાં ફરી એક વાર ભગવો લહેરાયો

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના મયુર સુવા બિનહરીફ ચુંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચુંટાયા હતા.

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ધોરાજી પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકાના સભા ખંડ ખાતે યોજાઈ હતી અને આ ચૂંટણી બાદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપ પક્ષના યુવા નેતા મયુર સૂવાની બિનહરીફ પસંદગી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે મંજુલાબેન માકડિયા ચુંટાયા છે સાથે કારોબારી ચેરમેન તરીકે જયંતીભાઈ ગજેરા ચુંટાયા છે.

આ ચૂંટણીમાં વિજેતા થયા બાદ સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનને ફૂલહાર પહેરાવી અને મોઢું મીઠું કરાવી શુભેચ્છા આપી હતી બાદમાં શહેરના મુખ્ય માર્ગો અને ચોક પર ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા જિલ્લા ભાજપના કિશોરભાઈ શાહ, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, દાનભાઈ ચંદ્રવાડીયા, રણુભા જાડેજા, માધવજીભાઈ પટેલ, રાજાભાઈ સુવા, નીતિનભાઈ અઘેરા, પરાગભાઈ શાહ જિલ્લા બેંકના ડિરેક્ટર હરીભાઈ ઠુંમર, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, કનુભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, હરસુખભાઇ સોજીત્રા, જીજ્ઞેશ ડેર, ગજેન્દ્ર કોઠડીયા, રાજનભાઈ સુવા, કિરીટભાઈ પાદરીયા, મહાવીરસિંહ વાળા, જયેશભાઈ ત્રિવેદી, જગુભાઈ સુવા, રાજશીભાઈ સોલંકી, ચિરાગભાઈ ચાવડા સહિતના આગેવાનો ટેકેદારો તેમજ પત્રકારો સહિત નેતાઓ પણ જોડાયા હતા.

(તસવીર – અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

मुझे गे रोल निभाने पर दोबारा सोचने को कहा गया था : आयुष्मान

aapnugujarat

ધોરાજીમાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

editor

જામનગરમાં વાડીએથી ઘરે જતા યુવકની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1