Aapnu Gujarat
મનોરંજન

દુનિયાના ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં મહાદેવપુર ડાભલાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ

શિક્ષક આદર્શ વાચક,ઉત્તમ ચિંતક અને પવિત્ર સાધક હોય છે. શિક્ષક હમેશાં બાળકોને પ્રેરણા આપે છે. શિક્ષક દ્વારા થયેલ ઉત્તમ કામગીરીની નોંધ સમાજમાં લેવાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુર શાળાના શિક્ષકે વિશ્વના બીઆઈસી ક્રિસ્ટલ પેન એવોર્ડ ૨૦૨૦ પ્રાપ્ત કરી શિક્ષક વ્યવસાયની ગરિમા અને ગૌરવ વધાર્યું છે. બીઆઇસી ક્રિસ્ટલ પેન શિક્ષણ સહાયક સમુદાયો દ્વારા જીવનધોરણમાં સુધારો થાય તેમજ વિશ્વમાં ૨૫૦ કરોડથી વધુ બાળકોની ભણતરની સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી કાર્યરત છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે વિશ્વના ઉત્કૃષ્ટ શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૦ માટે વિશ્વના ૧૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં ૧૦ શિક્ષકોમાંથી ભારત તરફથી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુર (ડાભલા)ના શિક્ષક દિલીપસિંહ વિહોલની પસંદગી કરાઇ છે જે જિલ્લા માટે ગૌરવની વાત છે. બીઆઈસી ક્રિસ્ટલ પેન એવોર્ડ ૨૦૨૦ દ્વારા સમગ્ર વિશ્વમાંથી ૧૦ ઇમ્પેક્ટ એજ્યુકેટમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવપુરા( ડાભલા )ના શિક્ષક શ્રી દિલીપસિંહનો સમાવેશ કરાયો છે. આ એવોર્ડમાં અમેરિકા -૨, ઓસ્ટ્રેલિયા૧, ગ્રીસ-૧, તુર્કી -૧, બ્રાઝિલ-૨, યુગાન્ડા ૧, ઇથોપિયા ૧ શિક્ષક સહિત ભારત તરફથી શ્રી દિલીપસિંહ વિહોલને પણ આ એવોર્ડ મળ્યો. બીઆઈસી એજ્યુકેશનને સપોર્ટ કરતી સંસ્થા છે જે ઘણાં લાંબા સમયથી શિક્ષણ દ્વારા જીવનમાં સુધારણા, સમુદાયોને ટેકો આપવા અને ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક સ્તરે ૨૫૦ મિલિયન બાળકોની ભણતરની સ્થિતિમાં સુધારો કરવાની કટિબદ્ધતા પ્રાપ્ત કરવા કાર્યરત છે. બીઆઈસી દ્વારા દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં ૫૦૦૦ યુરો અને ટ્રોફી એનાયત કરવામાં આવે છે જે મહાદેવપુરા (ડાભલા)ના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દિલીપસિંહે ન્યુ મેથડ ઓફ લર્નિંગ માટે આ એવોર્ડ મેળવેલ છે. આ એવોર્ડની રકમ ૪,૩૩,૧૫૨ રૂપિયા આ શિક્ષકે મહાદેવપુરા શાળાને આપી ખરા અર્થમાં શ્રેષ્ઠ શિક્ષક બન્યા છે. આ ઉપરાંત દિલીપસિંહને અન્ય એવોર્ડની ૯૬ હજાર રકમ પણ મહાદેવપુરા શાળાના વિકાસ માટે આપી છે. આ એવોર્ડમાં શાળાના બાળકોને સપોર્ટ કરવો શિક્ષકો અને સમાજને જોડવા તેમજ રોજીંદા અભ્યાસક્રમ શીખવવા ઉપરાંત તેઓ તેમના વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક કથાઓ અને વર્કશોપનું આયોજન કરીને શ્રેષ્ઠ નાગરિક બનાવવાની પ્રેરણા આપે છે. તેઓએ શિક્ષણ અને ટેકનોલોજીનું મિશ્રણ કરી મહામારીના સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં રોકાયેલા રાખવા સાહિત્ય બનાવેલ છે તેમજ વાલીઓ અને બાળકો ના આત્મવિશ્વાસમાં વધારો કરેલ છે. આ સાથે શાળા પર્યાવરણમાં વિવિધ જગ્યાએ ગોઠવાયેલ શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ બાળકો સતત કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરેલ છે તેમજ રમતા રમતા સહજ રીતે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો કરેલ છે. તેમની આ કામગીરીમાં જિલ્લાના શિક્ષકા, ગ્રામજનોએ દિલીપસિંહની આ અનન્ય સિદ્ધિ બદલ અભિનંદન પાઠવેલ છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.વાય. દક્ષિણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. ગૌરાંગભાઈ વ્યાસ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકીત જોષીએ માર્ગદર્શન પૂરું પાડેલ છે. દિલીપસિંહને આજ દિન સુધી રૂ.૦૫,૨૯,૧૫૨ પુરસ્કારમાં મળેલ તમામ રકમ શાળાને અર્પણ કરી સમાજને ઉમદા શિક્ષક તરીકેનું ઉદાહરણ પૂરું પાડેલ છે.
(તસવીર – અહેવાલ – વિડિયો :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

‘કાસ્ટિંગ કાઉચ’નો ઘણી વખત સામનો કર્યો : મિનિષા લાંબા

editor

‘कुमकुम भाग्य’ से सनी सीख रहीं ऐक्टिंग के गुर

aapnugujarat

शहीदों के परिवार को पांच करोड़ का दान करेंगे अक्षय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1