Aapnu Gujarat
શિક્ષણ

લીંબડીની શાળાઓમાં ધો. ૯ – ૧૧ ક્લાસનું શ્રીગણેશાય થયું

લીંબડી તાલુકામાં આજે ઘોરણ ૯ અને ૧૧ ના વર્ગો ચાલુ થતાં શાળા ધમધમશે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયમા ધોરણ ૯ અને ૧૧ના વર્ગો આજથી ધમધમશે કોવીડ ગાઈડ લાઈન મુજબ, વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓને પ્રવેશતા પહેલા સેનેટાઈજરથી હાથ સાફ કરી, ટેમ્પરેચર માપીને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આચાર્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી આવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાનું રહેશે. ઘોરણ ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ આજે ખુશ જોવા મળ્યાં હતાં. ઘણાં દિવસો પછી સ્કુલમાં આવતા ખુશ થયાં હતાં. વાલીઓના સમંતિ પત્ર સાથે વિદ્યાર્થીઓ શાળાએ આવ્યાં હતાં ત્યારે આજે વિદ્યાર્થીઓએ શાળામાં હાજરી આપી હતી જેમાં આજથી ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓ હાજર થયા હતા ત્યારે શાળાના આચાર્ય કાર્તિકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજે ઘોરણ ૯ અને ૧૧ ચાલુ કરવામાં આવ્યું છે અને આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારની ગાઈડ લાઈન મુજબ પ્રવેશ અપાયો છે અને દરેક વિદ્યાર્થીઓને મોંઢે માસ્ક સાથે આજથી ધોરણ – ૧૧ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા હતા. અગાઉ ઘોરણ ૧૦ અને ૧૨ ચાલુ થયા હતા. હવે ૯ અને ૧૧ ચાલુ કરવામાં આવ્યાં છે.

(અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

એસ.વી.આઈ.ટી.ની ટીમે ચેસ સ્પર્ધામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું

aapnugujarat

सीबीएसई बोर्ड के एडमिट कार्ड ५ फरवरी को मिलेगा : मार्च महिने में कक्षा १०-१२ की परीक्षाएं होगी

aapnugujarat

મોદી મંત્ર : પ્રતિસ્પર્ધા નહીં અનુસ્પર્ધા કરવાની જરૂર છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1