Aapnu Gujarat
શિક્ષણ

એસ.વી.આઈ.ટી.ની ટીમે ચેસ સ્પર્ધામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું

તાજેતરમાં બાબરિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, વરણામા, વડોદરા ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વલ્લભ વિદ્યાનગર ઝોનની આંતર કોલેજમાં ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલ્લભ વિદ્યાનગર ઝોનમાં આવતી અને જી.ટી.યુ. સંલગ્ન એન્જિનિયરિંગ, ફાર્મસી, એમ.બી.એ.અને એમ.સી.એ ના અભ્યાસક્રમ વાળી કોલેજોએ આ સ્પર્ધા માં ભાગ લીધો હતો. કુલ ૧૫ થી પણ વધુ કોલેજોની આ સ્પર્ધામાં એસ. વી. આઇ. ટી. ની બહેનો અને ભાઈઓ ની ટીમ તેમની તમામ મેચો જીતી સ્પર્ધામાં અપરાજિત રહી હતી અને ચેમ્પિયનશિપ મેળવી હતી.
મજ્જાતંતુઓની રમત એટલે કે ચેસમાં એસ.વી.આઈ.ટી.ના સ્પોર્ટસ ડાયરેક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપી સારી એવી પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી જેના પરિણામે ખેલાડીઓ આટલું સુંદર રિઝલ્ટ મેળવી શક્યા છે.
વિજેતા ટીમો હવે પછી અંતર ઝોનલ સ્પર્ધામાં ભાગ લેશે અને તે સમય આંતર યુનિવર્સિટી સ્પર્ધા માટે જી.ટી.યુ. ની ટીમની પસંદગી પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ જી.ટી.યુ.ની ચેસની ટીમમાં એસ. વી. આર. ટી. વાસદના ચાર ખેલાડીઓની પસંદગી થઈ હતી જેઓ અંતર યુનિવર્સિટી સ્પર્ધામાં જી.ટી.યુ. તરફથી ભાગ લઈ ચૂક્યા છે.
એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દીપક પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરિવાર તરફથી ખેલાડીઓ અને કોચને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

राज्यभर की स्कूलों में आरटीई के तहत गलत तरीके से प्रवेश पर सुनवाई होगी

aapnugujarat

आईआईएम-ए के पीजीपी-एम में अनुभवी विद्यार्थी बढ़े

aapnugujarat

હૂંફ ફાઉન્ડેશન ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1