Aapnu Gujarat
ગુજરાત

ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા બૃહદ સંકલન બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને સમગ્ર મહેસાણા જિલ્લામાં શિયાળાની ઋતુમાં પણ રાજકીય રીતે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની તેમજ ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. સામે પક્ષે ઉમેદવારોએ પણ પોતની તમામ શક્તિ કામે લગાડી પોતાની ટિકિટ પાકી કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવા સમયે મહેસાણા જિલ્લાની તમામ સીટો જીતવાના મક્કમ નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટી, મહેસાણા જિલ્લા દ્વારા પ્રમુખ જશુભાઇ પટેલની રાહબરીમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલની અધ્યક્ષતામાં મહેસાણા સ્થિત જીલ્લા કાર્યાલય કમલમ ખાતે પાર્ટીની બૃહદ સંકલન બેઠક યોજાઇ હતી જેમાં પ્રદેશ કક્ષાએથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ કે.સી.પટેલ તેમજ જીલ્લાના ધારાસભ્ય, હોદ્દેદારો, પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓના સંભવિત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેમજ સંગઠનની મજબૂત ભૂમિકા અંગે આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
(તસવીર – અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

હિંમતનગરમાં સ્ટુડન્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરોની અટકાયત

editor

ગુજરાતમાંથી આર્મીમાં ખુબ જ ઓછા ઉમેદવારો જોડાયા

aapnugujarat

કેવડિયામાં ત્રણ થી છ માર્ચ ત્રિ-દિવસીય ડિફેન્સ કોન્ફરન્સ યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1