Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા જિલ્લા ખાતે પોલીસ અધિક્ષક અને નિવાસી અધિક કલેકટરે વેકસીન લીધી

કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લા સ્તરે પ્રારંભ થયો હતો. મહેસાણા જિલ્લામાં આગામી દિવસોમાં ૧૩ હજારથી વધુ ફ્રન્ટલાઇન વર્કરને વેક્સીનેશન થનાર છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કુલમાં ચાલી રહેલ વેક્સીનેશન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે વેક્સીન લઇ અનુકરણી પહેલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર એચ.કે.પટેલ વિશેષ ઉપસ્થિત રહી ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રોત્સાહિત કર્યા હતાં. મહેસાણા જિલ્લામાં વેક્સીનેશના બીજા તબક્કામાં રવિવારે પાંચ સ્થળોએ વેક્સીનેશન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ૫૦૦ જેટલા ફ્રન્ટલાઇન વર્કરને રક્ષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય કેન્દ્રો પર ૧૩ હજાર જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સીન આપી રક્ષિત કરવામાં આવશે. જિલ્લા કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના વિવિધ સ્થળોએ આરોગ્યની નિષ્ણાંત ટીમો દ્વારા સફળતાપુર્ણ વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વેક્સીન માટે તંત્ર સંપુર્ણ સજ્જ છે. જિલ્લામાં વિવિધ તબક્કામાં જનસમાન્ય સુધી કોરોના વેક્સીન પહોંચે તે માટે સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. રસીકરણ થયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે રસી સંપુર્ણ સલામત અને સુરક્ષિત છે. ભારત સરકાર દ્વારા કોવિડને નાબુદ કરવા માટે રસીકરણ અભિયાન ઉપાડ્યું છે જેમાં જનસહયોગ જરૂરી છે. વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ કો – વિન સોફ્ટવેરમાં નામાંકન કરવામાં આવ્યું હતું . વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યા બાદ દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લામાં રસીકરણ અભિયાન બાદ ૩૦ જાન્યુઆરી સુધી ૧૯૪ સેશનમાં ૭૨૯૧ લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે જેમાં કોઇપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુભાઇ પટેલ સહિત આરોગ્યના અધિકારીઓ, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ દ્વારા સમગ્ર ડ્રાય રનનું સુવ્યવસ્થિત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.
(તસવીર – અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

તલોદની ખારી નદીમાં પુર

editor

પાનીહાટી ચિડા-દહીં મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

aapnugujarat

ડામર ખરીદી સંબંધિત બોગસ બિલ કૌભાંડ મામલે બે કોન્ટ્રાકટરો સામે અમ્યુકો દ્વારા ફરિયાદ દાખલ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1