Aapnu Gujarat
ગુજરાત

ડભોઈ તાલુકામાં ૧૦૦ જવાનોએ કોરોના રસી મૂકાવી

દેશભરમાં કોવિડ વેકસીનેશના શરૂ થયેલ મહાઅભિયાન અંતર્ગત પ્રથમ તબકકામાં કોરોના વોરીયર્સ તરીકે ડોક્ટર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને આવરી લીધા હતા અને આજે પોલીસ કર્મચારીઓ અંતર્ગત ડભોઇ શહેર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન ૧૦૦ જેટલા પોલીસ જીઆરડી અને હોમગાર્ડના જવાનોને સફળતાપૂર્વક વેકસીનેશન કરવામાં આવ્યું હતું. વેકસીનેશન સેન્ટરમાં વેઈટીંગ રૂમ, વેકસીનેસન રૂમ તેમજ ઓબ્ઝર્વેશન રૂમ એમ ત્રણ રૂમોમાં વેકસીનેશનના તમામ લાભાર્થીને કોવિન એપ્લીકેશન દ્વારા ચકાસણી તેમજ રસી આપ્યા બાદ પ્રથમ ડોઝની નોંધણી કરાયેલ. ડભોઇ શહેર તાલુકામા ફરજ બજાવતા પોલીસ જી.આર.ડી હોમગાર્ડ ના કર્મચારીઓ વડોદરા જિલ્લા ગ્રામ રક્ષક દળ માનદ અધિકારી હેમંત પાઠકની ઉપસ્થિતિમાં આશરે ૧૦૦ જેટલા જવાનો આવરી લેતનું આયોજન કરાયું હતું વધુમાં જેમેણ સફળતાપૂર્વક પ્રથમ ડોઝ લીધેલ છે તેઓને એક માસ બાદ આજ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવશે જે લેવો આવશ્યક હોવાનું આરોગ્ય અધિકારી ડો. અજય સિંહે જણાવ્યું હતું. આજના પ્રથમ વેક્સિન ડોઝ પ્રસંગે પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સે ઉત્સાહભેર લાભ લીધો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ગ્રામ રક્ષક દળ માનદ અધિકારી હેમંત પાઠક ખાસ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે કોરોના વેક્સિનની કોઇ આડઅસર થતી નથી. સમગ્ર દેશ સહિત રાજ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યા છે ત્યારે આજે ડભોઇમાં પણ કોરોના વેક્સિનના ડોઝ ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાઘેલા પીએસઆઇ પરમાર અને ચૌહાણ તથા હેમંતભાઈ પાઠક અને હોમગાર્ડ કમાન્ડર પરિમલ ભટ્ટ ઉપરાંત ૧૦૦ જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને તમામ પોલીસ જવાન કર્મચારીઓએ ઉત્સાહભેર લાભ લીધો હતો.
(તસવીર – અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

અમદાવાદમાં ૫૦ ટ્રાફિક સિગ્નલ બનાવાશે

aapnugujarat

પાવીજેતપુર ડેપ્યુટી સરપંચ તરીકે ઈકબાલ રેન્જરની વરણી

aapnugujarat

રાજ્યમાં દરરોજ ૩ હત્યા, ૩ હત્યાના પ્રયાસ અને ૧૮ આત્મહત્યા : વિધાનસભામાં સરકારની કબૂલાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1