Aapnu Gujarat
રાષ્ટ્રીય

દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં મોદીની લોકપ્રિયતા ઘટી

એક ટીવી ચેનલે કાર્વી ઇનસાઇટ્‌સ લિમિટેડ પાસે કરાવેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા દક્ષિણ ભારતમાં સૌથી ઓછી એટલે કે ૬૩ ટકા હતી. વડા પ્રધાન અને શાસક પક્ષ એનડીએ માટે ચિંતાનો વિષય બની રહે એવું તારણ એ હતુ્‌ં કે મુસ્લિમો આજે પણ એમના દેખાવથી નારાજ હતા. અન્ય કોમો અને સમૂહોની તુલનાએ મુસ્લિમો તરફથી મોદીને ખૂબ ઓછું રેટિંગ મળ્યું હતું.કાર્વીએ મૂડ ઑફ ધ નેશન (રાષ્ટ્રનો મિજાજ) વિષય પર એક સર્વે હાથ ધર્યો હતો. ચીન સાથે સરહદી વિવાદ, પાકિસ્તાન સાથેના સંબંધો, જમ્મુ કશ્મીર, કોરોનાનો સામનો વગેરે બાબતોમાં ભલે નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ થયા હોય, દક્ષિણ ભારતમાં અને મુસ્લિમોમાં વડા પ્રધાનની લોકપ્રિયતા ઘટી ગઇ ઙતી.જો કે સર્વેમાં એક મુદ્દો સ્વીકારાયો હતો કે બીજી વાર સત્તા પર આવવામાં વડા પ્રધાનને હિન્દુત્વનો એજન્ડા ખૂબ ઉપયોગી નીવડ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘનો ટેકો પણ એમાં કામ લાગ્યો હતો.
સર્વે મુજબ મોદી શાસનની બે સૌથી મોટી સિદ્ધિ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા આપેલો ચુકાદો અને કશ્મીરમાં ૩૭૦ મી કલમ રદ કરવાની હતી. આ બંને મુદ્દા લાંબા સમયથી ભાજપ અને સંઘ પરિવારની કામની યાદીમાં સામેલ હતા.આ સર્વેનું તારણ એ હતું કે હાલ તુરત મોદી સરકાર પર કોઇ જોખમ નથી. નિષ્ણાતોના કહેવા મુજબ મોદીની લોકપ્રિયતા અમુક તમુક મુદ્દાપર આધારિત નક્કી નથી થતી.૩૭૦મી કલમ રદ કરવા ઉપરાંત બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક જેવી બાબતોએ એક નેતા તરીકે તેમની પ્રતિમા સુદ્રઢ કરી હતી. જો કે માત્ર ૩૮ ટકા લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીવાર વડા પ્રધાન બનવા જોઇએ. આથી વધુ સર્વેની કોઇ વિગત ઉપલબ્ધ નહોતી.

Related posts

पीएम मोदी के लक्ष पर बोले चिदम्बरम – 5 ट्रिलियन इकॉनमी बड़ी बात नहीं

aapnugujarat

रेलवे की पटरियों का भी स्वच्छता सर्वे किया जाएगा

aapnugujarat

CBI raids on 14 locations linked to Congress K’taka prez DK Shivakumar

editor

Leave a Comment

UA-96247877-1