Aapnu Gujarat
ગુજરાત

માંડલ ખાતે મેઘમણી પરિવાર દ્વારા રક્ત દાન કેમ્પ યોજાયો

સ્વ.મનસુખભાઈ મેઘમણી સંસ્કારધામ કેમ્પસ ખાતે ૧૪ મો મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પ અંતર્ગત મેઘમણી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત કેન્સર સોસાયટી તથા ડિપાર્ટમેન્ટ ઓફ આઈ.એચ.બી.ટી બ્લડ બેંક સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહા રક્ત દાન કેમ્પ યોજાયો હતો. મેઘમણી સંસ્કાર ધામ ખાતે આજે વિપુલ પ્રમાણમાં રક્ત દાતાઓએ રકત દાન કરવા બદલ મેઘમણી પરિવાર દ્વારા સૌ રક્ત દાતાઓને સન્માનપત્ર અપાયા હતાં તથા અનેક ગીફ્ટ આર્ટિકલો પણ અપાયા હતા.
આ પ્રસંગે મેઘમણી પરિવારના ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ નટુભાઈ પટેલ, આલકલી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ગુજરાત ડાયસ્ટાફ મેન્યુ.એસોસિએશન પ્રમુખ રમેશભાઈ પટેલ, કલેકટર હર્ષદભાઈ પટેલ, મેઘમણી પરિવારના મોભી ઈશ્વરભાઈ પટેલ,દિલીપભાઈ પટેલ પાટીદાર સમાજના અનેક પંથકમાંથી વિશાળ સંખ્યામાં યુવાનો, ભાઈઓ, બહેનો આ પ્રસંગે પધાર્યા હતાં. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ, માંડલ મામલતદાર જી.એસ.બાવા, તાલુકા વિકાસ અધિકારી નવીનભાઈ પટેલ, માંડલ પી.એસ.આઈ. સંદીપ પટેલ તથા આખાય પોલીસ સ્ટેશનનો સંપૂર્ણ સ્ટાફ, માંડલ ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ, સરપંચ એચ.કે.ઠાકોર, ટેન્ટથી રાજુભાઈ પટેલ, કુણપુરથી મહેશ પટેલ, અશ્વિનભાઈ પટેલ, મેઘમણી પરિવારની ટ્રેન્ટ શાળાનો સ્ટાફ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ રક્ત દાન પ્રસંગે મેઘમણી પરિવાર દ્વારા માહિતિ કેન્દ્ર અને પૂજ્ય.મનસુખભાઈ મેઘજીભાઈના જીવન ઝરમર અંગેની તકતી અનાવરણ કરાઈ હત. આ પ્રસંગે યોજાયેલ સત્કાર સમારંભમાં વિવિધ મહાનુભાવોના સન્માન કરાયાં હતાં. રક્ત દાતાઓને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

નવરાત્રી ધામધૂમથી ઉજવાશે પણ મોંઘવારી ખેલૈયાઓનેે નડશે

aapnugujarat

६० फीट के २८ मार्ग बारिश के पानी में पूर्णरूप से धुले

aapnugujarat

’અદૃશ્ય’ ખૌફ : સુરતના પરિવારમાં ભયનું લખલખું, જાતે જ કપડાં-ચલણી નોટો ફાટી જાય, વીજળી ડૂલ થઈ જાય!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1